________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૧
૪૮૩ (૨) અપકૃતિથી ઉત્પલસ્થ જી પિતાના પહેલા ભામાં
કઈક જીવાત્મા સાથે નિકાચિત નિયાણું બાંધેલું હોય ત્યારે તે નિયાણાને લઈ સામેવાળાના પુણ્યને વશ બનીને સ્ત્રીવેદ કે પુરૂષદ બાંધી શકે છે. કર્મસત્તામાં અનત વૈચિત્ર્ય ભરેલું હોવાથી જીવાત્માઓમાં પણ પ્રતિસમયે અધ્યવસાયમાં પરિવર્તન બની જાય છે અને 'નિકૃષ્ટતમ પાપકર્મોને ઉદય હોય તે નપુંસકપણું જ કાયમ રહે છે.
યરી ત્રણે વેદના ભેગવટામા સમ્યક્ત્વને પ્રકાશ ન મેળવી શકાય તે મિથ્યાત્વના સહચારે પુરૂષ કે સ્ત્રીવેદને ભગવતે તે જીવ ફરીથી પાપકર્મોને જ બાધશે અને છેવટે પાછા એકેન્દ્રિયાવતારને મેળવશે. પચીસ સંજ્ઞીકાર–ઉત્પલસ્થ જી અસંસી જ હોય છે. છવીસમે ઈન્દ્રિયદ્વારઆ જીવેઈન્દ્રિયો વિનાના હોતા નથી.
સતાવીશમે અનુબંધદ્વાર–ઉત્પલસ્થ જીવ ઉત્પલના જીવ રૂપે જઘન્યથી અંતર મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી રહે છે.
અઠાવીશમે સંવેધદ્વાર–પ્રશ્ન-ઉત્પલને જીવ ઉત્પલરૂપ પર્યાયને છેડીને પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થાય તે આ રીતે ભવાન્તર કરીને ફરીથી ઉત્પલરૂપ પર્યાયને ગ્રહણ કરવામાં કેટલો સમય લાગશે?
જવાબ-ઉત્પલ પર્યાયને ત્યાગી તે જીવ પૃથ્વીકાયમાં આવશે