________________
૪૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પણ પાપત્પાદક, પાપવર્ધક, પાપપેષક, પાપપરંપરક અને પાપફળક આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, ભય સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા નામે ચારે સંજ્ઞાઓમાં પૂર્ણ મસ્ત બને છે.
માણસના જીવનમાં જ્યારે ધાર્મિકતા નથી ત્યારે જ ચારે સંજ્ઞાઓનું જોર વધવા લાગે છે. કેમ કે ધાર્મિકતા સાથે હાડવિર રાખનારી આ ચારે સંજ્ઞા હેય છે.
ધર્મના અનુષ્ઠાનને શરીર સાથે જ સંબંધ હોય છે, અને ધાર્મિકતાને સ બંધ આમા સાથે હોય છે.
અનાદિ કાળને આત્મા ચારે સંજ્ઞાને ગુલામ બનીને રહ્યો છે, માટે ધર્મના કથિત અનુષ્ઠાન કરવા છતાં પણ ચારે સંજ્ઞાની ગુલામીના કારણે ધાર્મિકતા પ્રાપ્ત કરી શક્યો નથી, કદાચ કરી હશે તે ટકાવી શક્યો નથી, અને કોઈક સમયે ટકાવી શક્યો હશે તો ધાર્મિકતાને પચાવી શક્યો નથી.
આ પ્રમાણે ચારે સંજ્ઞાથી સંજ્ઞિત થયેલા છે પ્રાયઃ કરીને વનસ્પતિકાયમાં પણ અવતરે છે. જ્યાંથી અન ત ઉત્સર્પિણીઓ અને અવસર્પિઓ પૂરી થયે છતે પણ બહાર આવવાનું અશક્ય છે.
ઉત્પલસ્થ જી પણ ઘણા લાંબા કાળ સુધી ત્યાં જ રહેલા હોવા છતાં પણ કંઈક સમયે પુરૂષાદિ વેદને બાધનારા હોઈ શકે છે, તે આ પ્રમાણે – ૧) કેઈક સમયે અકામ નિર્જરાના કારણે પુણ્ય કર્મોને ઉદય
થયે છતે જ પુરૂષદ કે સ્ત્રીવેદનું બંધન કરી શકે. છે