SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માટે ભગ્ય જ છે, છતાં પણ જ્યારે મૈથુન સંજ્ઞાને તીવ્ર નશે ચડે છે, ત્યારે તેમાં બેભાન બનીને છેવટે કૃત્રિમ સાધનને પણ ઉપયોગ કરશે. અથવા તે કર્મના સદૂભાવમાં સર્વથા નિર્લજજ બનીને બીજી ચેષ્ટાઓથી પણ પિતાની વાસનાને તૃપ્ત કરનારી બનશે આવી રીતે અત્યંત બેશરમ બનીને મૈથુન કર્મની લાલસાને પૂર્ણ કરવાની ભાવનાવાળા પુરૂષોને તમે જોયા છે ? અનુભવ્યા છે. આમ પ્રત્યેક ભવમાં, પ્રત્યેક યોનિમાં જીવમાત્ર મેહકર્મને ઉદયવતી હોવાથી આવતા ભવને માટે વેદકર્મનું બ ધન કરે છે. માટે ભગવંતે કહ્યું કે હે ગૌતમ! આ કર્મની તીવ્ર લાલસાના કારણે પત્યારે એકેન્દ્રિય જાતિમાં નપુસક લિગે રહેલા જ કદાચ પુરૂષ સ્ત્રીવેદ કે નપુંસકવેદ પણ બાધી શકે છે. આવી પરિસ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે ઉત્પલને જી એકેન્દ્રિય વનસ્પતિ કાયના હોવાથી નપુંસક લિગમાં નપુસક વેદોદય વાળા જ હોય છે. પ્રગાઢ મિથ્યાત્વ કર્મના ઉદયથી તેમને આ અવતાર માન્ય હોય છે, જ્યા સમ્યકત્વને સર્વથા અભાવ છે, એટલે કે પૂર્વ પ્રતિપન્ન સમ્યક્ત્વ અને પ્રતિપદ્યમાન સમ્યક્ત્વ પણ ત્યા નથી - જ્યારે નરક ગતિમાં તે પહેલાના સમ્યક્ત્વ પ્રાપ્ત (પૂર્વ પ્રતિપન્ન) પણ હોય છે, અને નિમિત્ત મળે નવા સમ્યક્ત્વની પણ પ્રાપ્તિ શક્ય બને છે. અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ પછી પણ બહાર નીકળી શકે છે જ્યારે એકેન્દ્રિય અને ખાસ કરી વનસ્પતિકાયિક જી હરહાલતમાં પણ સમ્યકત્વ મેળવી શકતા નથી અને પૃથ્વી પડલ ઉપર કેટલીએ તીર્થ કર પરમાત્માઓની ચોવીસીઓ પૂર્ણ થઈ જાય
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy