________________
४७१
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અનેક જીવ કર્મોના વેદક હોય છે પણ અવેદક હેતા નથી. તે સાતાના વેદક છે? કે અસાતાના વેદક?
એક અને અનેક જીવની અપેક્ષાએ જ સાતા અને અસાતાના પણ વેદક હેાય છે.
ઉદયકાર–ઉ૫લસ્થ જી જ્ઞાનાવરણયાદિ કર્મોના ઉદયવાળા હાય છે? કે અનુદયવાળા ?
જવાબ-કર્મોના ઉદયવાળા જ હોય છે. અહીં ઉદીકરણ વડે ઉદયમાં આવતાં કર્મોને લેવાના નથી, કેમકે તે દ્વાર આગળ કહેવાશે, માટે અનુક્રમે ઉદયમાં આવનારા કર્મો જ અહી લેવા.
આઠમો ઉદીર્ણોદ્વાર–ઉ૫લસ્થ એક કે અનેક જ કર્મોના ઉદીરક હોય છે, પરંતુ વેદનીય અને આયુષ્યકર્મને લઈ આઠ ભાંગા જાણવા.
નવમે લેયાદ્વાર–આ જીવે શું કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા, કાપિત લેશ્યા અને તે લેશ્યાવાળા હોય છે?
એક અને અનેક જીવની અપેક્ષાએ ચારે લેશ્યા હોય છે. આમાં ૮૦ ભાંગા ક૯પવા.
દષ્ટિદ્વાર–ઉત્પલસ્થ જીવ સમ્યગુ કે મિશ્ર દષ્ટિવાળા નથી હતા પણ મિથ્યાષ્ટિના માલિક જ હોય છે.
અગ્યારમે જ્ઞાનદ્વાર–આ જીવે બધાએ અજ્ઞાની જ હોય છે. અહીં મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાનની કલ્પનાએ અજ્ઞાની સમજવાં. પરંતુ જ્ઞાનને સર્વથા અભાવ નહીં લે; એટલે કે ધનને સર્વથા નિષેધ અર્થ નહીં લેતા કુત્સિત અર્થ લે.