________________
૪૭૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જાય છે અને વિધવા બનેલી વનવગડાના રેઝની જેમ અસહાય બનીને ઝરી ઝરી જીવન પૂરું કરે છે. આ અને આના જેવા આપણા જ જીવનના ઢગલાબ ધ કારણ-કાર્યમાં પૂર્વભવીય રાગ કષના સંબધે જ કામ કરી રહ્યાં હોય છે
ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે પ્રભે ! તે ઉ૫લમાં જે અનેક જીવે છે તે ચારે ગતિમાથી આવેલા હશે?
તેત્રીસ દ્વારમાં પહેલા ઉપપાત દ્વારને આશ્રય કરીને આ પ્રશ્ન પૂછાયેલ છે. સારાંશ કે કઈ કઈ ગતિમાંથી જીવને તે ઉત્પલમા ઉપપાત થયે છે ?
ચરાચર સંસારને પોતાની કેવળજ્ઞાનથી પ્રત્યક્ષ કરનારા ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, નરક ગતિને છોડીને શેષ ત્રણે ગતિઓમાથી ભ્રષ્ટ થઈને જીવે ઉ૫લ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે
- દડક પ્રકરણની છત્રીસમી ગાથાથી પણ જાણીએ છીએ કે પોતપોતાના ભાગ્યકર્મોના કારણે નારકને છોડીને બાકીના બધાએ જ ઉત્પલ વનસ્પતિમાં અવતરિત થાય છે. કહેવાય છે કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય તિય ચે અને મનુષ્ય તથા ઈશાન દેવલેક સુધીના બધા દે પણ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે
(ઉપપાતું દ્વાર પૂર્ણ) બીજે પરિમાણુ દ્વાર–એક સમયમાં કેટલા જ ઉત્પલમાં ઉત્પન્ન થાય છે? જવાબમાં ઓછામાં ઓછા એક-બે કે ત્રણ
જીવ અને વધારેમાં વધારે સંખ્યાત તથા અસંખ્યાત જીવે ઉત્પન્ન થાય છે.
(પરિમાણ દ્વાર પૂર્ણ)