________________
શતક અગ્યારમું : ઉદ્દેશક-૧
ગણધર શ્રી ગૌતમસ્વામી અને સુધર્માસ્વામીને દ્રવ્ય તથા ભાવથી નમસ્કાર કરીને તથા ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજીનું સ્મરણ કરીને ભગવતીસૂત્રના અગ્યારમા શતકને પ્રારંભ કરું છું. - આ શતકમાં નીચે પ્રમાણેના બોર ઉદ્દેશ છે : ૧ ઉપલ, ૨ શાલુક, ૩ પલાશ, ૪ કુંભી, ૫ નાલિક, ૬ પ, ૭ કર્ણિકા, ૮ નલિન, શિવરાજર્ષિ, ૧૦ લેક, ૧૧ કાળ, ૧૨ આલંભિક
અહીં ઉત્પલના કંદને શાક કહેવાય છે. પલાશ એટલે ખાખરાનું વૃક્ષ, કુ ભી એટલે વનસ્પતિ વિશેષ. નાલિકને કમળની નાળ કહે છે. કર્ણિકા અર્થાત્ કમળના મધ્યમાં કેશર રૂપ તંતુઓ હોય છે. આ ભિકા નગરી છે. ઉપર પ્રમાણેના બારે ઉદ્દેશાથી સમૃદ્ધ આ શતક છે.
પહેલા ઉદેશમાં જે ઉત્પલ(કમળનું વર્ણન છે, તેને નીચે લખેલા ૩૩ કારથી વિચિત કરવામાં આવ્યા છે, તે આ પ્રમાણે, ઉપપત્, પરિમાણુ, આહાર, ઉગ્ર, બંધ, વેદન, ઉદય, ઉદીરણ, લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, રોગ, ઉપગ, વર્ણ, રસાદિ, ઉgવાસ, આહાર, વિરતિ, ક્રિયા, બધક, સંસા, કવાય, સ્ત્રીવેદાદ, બંધ, સંસી, ઈન્દ્રિય, અનુબ ધ, સબંધ, આહાર, સ્થિતિ, સમુઘાત, ચ્યવન તથા સમસ્ત જીવને મૂળાદિકમાં ઉપપાત.