________________
४१६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કારણે તે ઈન્દ્રો ચૈત્યસ્વરૂપ મંગળકારી તે અસ્થિઓનું બહુમાન પૂર્વક વિનય સાચવે અને વિવેક દાખવે તે ઈચ્છનીય છે
પાપભીરુતા અર્થાત “પાપ કાર્યોથી ડરવું” કેવળ શબ્દો બેલવામાં જ ભીરુતાને દેખાવ કરે કે ચર્ચા કરવી, તેના કરતાં જીવનવ્યવહારને પ્રત્યેક પ્રસંગમાં આચરણ રૂપથી ભીરુતા કેળ વવી તેને પાપભીરુતા કહે છે. માન્યું કે સંસારીને ભેગવિલાસ સર્વથા અનિવાર્ય હોય છે, છતાં પણ યદી તે પાપભીરૂ છે? તે – (૧) વિવાહિત થતા પહેલાં જ વિચારપૂર્વક પાપને માર્ગ
સર્વથા બધ કરવા માટે દીક્ષિત થશે. જેથી પાપ દ્વાર
સર્વથા બંધ થવા પામશે. (૨) ગૃહસ્થાશ્રમ માંડ્યા પછી પણ “મૈથુનકર્મ પાપમય જ છે?
માટે તીર્થકર મૂર્તિ, જિનમંદિર, ઉપાશ્રય, ગુરુમહારાજ, સાધ્વીજી મહારાજ, પોતાના માતા-પિતા તથા પુત્રથી
શરમ રાખીને તેમને વિવેક સાચવશે, મર્યાદા રાખશે. (3) પર્વ તિથિઓ, પર્યુષણ તથા આયંબીલના પવિત્ર દિવસો
ઉપરાંત ચતુર્દશી, અષ્ટમી, ઉજાળી પાચમ, અમાવાસ્યા, પૂર્ણિમા જેવા પવિત્ર દિવસે પણ ટાળી દેવા માટે પ્રયત્ન
શીલ રહેશે (૪) માતા પિતાની મરણ તિથિઓ, વસ્ત્રી કે પિતાના માંદગીના
દિવસ ઉપરાંત ખરાબ નક્ષત્ર, યોગ, તિથિ વાર આદિ દિવસોને પણ ત્યાગ કરશે.
તથા રેવતી અને મઘા જેવા નક્ષત્રો પણું ટાળશે. કેમ કે જે નક્ષેત્રમાં સ્ત્રીને ગર્ભધારણ થયું છે, તેનાથી દશમ નક્ષત્રે