________________
શતક દશમું : ઉદેશક-૫ ઈદ્રો પિતાની સભામાં દિવ્યભેગે ભેગવે છે ખરા ?
તે કાળે અને તે સમયે ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીના ગુણશિલ યક્ષના ચૈત્યના ઉદ્યાનમાં સમવસર્યા. ધર્મોપદેશ સાંભળીને પષ દા પિતાના ઘેર ગઈ
તે સમયે દેવાધિદેવના ઘણા શિષ્ય, તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા હતા, જે જાતિ સમ્પન્ન, વિનયપૂર્ણ, વિવેકવ ત અને જીવિત તથા મરણની ઈચ્છા વિનાના હતા. * ચૌદપૂર્વના પૂર્ણજ્ઞાતા, દ્વાદશાંગીના રચયિતા, ચાર જ્ઞાનના માલિક, ગૌતમસ્વામી સવિનય અને વિવેક પ્રભુ પાસે આવીને વંદનાપૂર્વક પૂછયું કે –તુ પ્રત્યે ! અમરેન્દ્રને કેટલી પટ્ટરાણુઓ છે?
ભગવંતે કહ્યું કે, કાલી, રાત્રી, રજની, વિદ્યુત અને મેઘા નામે પાંચ પટ્ટરાણુઓ છે. તથા એકેકને આઠ આઠ હજાર દેવીઓનો પરિવાર છે. પિતાની વિકુર્વણ શક્તિ થી આઠ આઠ હજાર દેવીઓને વિફર્વ શકવા માટે સમર્થ છે. આ પ્રમાણે પાચે રાણીઓના ચાલીસ હજાર દેવી પરિવારને બૂટિક અર્થાત વિક્રિયકૃત દેવી શરીરને સમૂહ કહે છે
હે પ્રભે! અસુરરાજકુમાર અમરેન્દ્ર પિતાની અમરચંચા રાજધાનીની સુધર્મા સભામાં અમર નામના સિંહાસન પર બેસીને ચાલીસ હજાર વૈકિય શરીરધારી દેવીઓના સમૂહ સાથે દિવ્યભેગે ભેગવી શકે છે ખરો ?