________________
,
શતક દશમું : ઉદ્દેશક-૪ ત્રાયશ્ચિંશ દેવાનો અધિકાર ?
આ ઉદ્દેશામાં દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય શ્યામહસ્તી મુનિએ ગણધર ગૌતમસ્વામીને પ્રશ્નો પૂછ્યા છે. એટલે કે પ્રશ્નકર્તા શ્યામહસ્તી મુનિ છે અને ઉત્તરદાતા ગૌતમ સ્વામી છે. ત્યાર પછી ગૌતમસ્વામીને જ્યારે શ કા થાય છે ત્યારે ભગવતે જવાબ આપે છે
પ્રત્યેક દેવલેકમાં દેના દશ ભેદો હોય છે. તે આ પ્રમાણે(૧) ઈન્દ્રો–ચારે નિકાયના દેવેના અધિપતિએ. (૨) સામાનિકો–ઈન્દ્રની જેમ ઐશ્વર્ય સમ્પન્ન અને અમાય,
પિતા, ગુરુ, ઉપાધ્યાયની સદશ હોય છે. માત્ર ઈન્દ્રની
જેમ આજ્ઞા આપી શકતા નથી. (૩) ત્રાયઅિંશ–પુરોહિત તથા મંત્રી તરીકે નિયુક્ત હોય છે. (૪) પારિષદ્ય—મિત્ર સમાન છે અથવા સભાસદ છે. (૫) આત્મરક્ષક–હથિયાર વગેરે લઈને ઈન્દ્રની પાછળ રહે.
નારા હોય છે. (૬) લોકપાળ–ફેજદાર તુલ્ય. (૭) અનિકાધિપતિ–સેનાપતિ સદશ. (૮) પ્રકીર્ણક-પ્રજાજન જેવા (૯) આભિયેગનેકર જેવા (૧૦) કિરિબષિક–હરિજન તુલ્ય