________________
૪પ૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ પ્રશ્નોત્તર પાછળનો ભાવ એ છે કે, “હું આશ્રય કરીશ.” ઈત્યાદિક રૂપ જે ભાષા છે, તે ભવિષ્યકાળને વિષય કરનારી છે. અને ભાવીકાળની અપેક્ષાએ તેમા કંઈક કહેવામાં આવેલ છે. પણ વચ્ચે વિન આવી પડવાની શક્યતા હોવાથી તે બોલાયેલી ભાષા વિસંવાદિની પણ હોઈ શકે છે. તથા ભાષાને પ્રયોગ કરનાર પિતાને માટે જ્યારે બહુવચનને પ્રવેગ કરે છે, ત્યારે એકાથે વિષયવાળી ભાષા હોવા છતાં, બહુવચનથી બોલ વામાં તેમાં અયથાર્થતા પણ આવી જાય છે તથા આમંત્રણ આદિ જે ભાષા છે તે વિધિ પ્રતિષેધ રહિત હોવાથી સત્યભાષાની જેમ અર્થપ્રતિપાદનમાં નિયત નથી, માટે અવ્યવસ્થિત છે. તેથી આવી ભાષા બોલવી જોઈએ? કે ન બોલવી જોઈએ ?
ભગવંતે કહ્યું કે હે ગૌતમ“હું આશ્રય કરીશ.” ઈત્યાદિક રૂપ જે ભાષા છે, તે પ્રજ્ઞાપની ભાષા છે. માટે અસત્ય નથી. તથા સાયણ આમાં વર્તમાનના વેગની અપેક્ષા અનવધારણું રૂપ હોવા છતાં પણ “આશ્રય કરીશ” ઈત્યાદિ રૂપ વિકલ્પ ગર્ભવાળી છે. તથા ગુરુ અથવા પિતે એક હોવા છતાં બહુવચનને પ્રયાગ સ્વી. કાર્ય માનેલ હોવાથી અથખ્યાનિકા છે એટલે કે પિતાના વાચાઈને પ્રગટ કરનારી હોવાથી પ્રજ્ઞાપની ભાષા છે અને આમંત્રણ આદિ જે ભાષા છે, તેમાં વસ્તુનું જેમ વિધાન નથી તેમ પ્રતિષેધ પણ નથી છતાં પણ નિરવઘ પુરૂષાર્થ સાધક હોવાથી પણ તે પ્રજ્ઞાપની ભાષા છે.
ભગવાન મહાવીરસ્વામીની સર્વથા યથાર્થ ભાષાને સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે–હે પ્રભે! આપ જ યથાર્થવાદી છે, માટે વંદનીય, નમસ્કરણય, પૂજનીય, મરણય, સન્માનનીય આપ જ છે, એમ કહીને ગૌતમે ભગવાનને વાંદ્યા, નમ્યા, પૂજ્યા અને સન્માન્યા. ત્રીજો ઉદેશે સમાપ્ત.