________________
૪૫૫
શતક ૧૦મું : ઉદ્દેશક-૩ પ્રજ્ઞાપની ભાષાઃ
બોલાતી ભાષાના ચાર ભેદ છે– ૧ સત્યા, ૨ મૃષા, ૩ સત્યામૃષા, ૪ અસત્યા અમૃષા.
આ ચારમાંથી પહેલાની ત્રણ ભાષાઓનું વિવેચન પહેલા ભાગમાં આવી ગયું છે, જ્યારે આ ચાલુ પ્રશ્નમાં ચોથા નંબરની બાર ભેદવાળી ભાષાને પ્રજ્ઞાપની ભાષા કહેવાય ? કે ન કહેવાય? આ સંબંધી ચર્ચા છે.
ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભે “આશ્રય કરવા ગ્ય વસ્તુનો આશ્રય લઈશું, ખૂબ સૂઈશું, ઊભા થઈશું, બેસીશું, પડ્યા રહીશું ઈત્યાદિ અને બીજી રીતે આમંત્રણ આદિ ભાષામાં પ્રજ્ઞાપનીયત્વ છે એટલે કે તે ભાષા શું પ્રજ્ઞાપની ભાષા કહેવાય?
પૂછવાને આશય આ પ્રમાણે છે:
જે અહિંસક માણસે છે તે સદૈવ સત્યા ભાષા બોલે છે. જે હિંસક છે તેઓ સદૈવ મૃષા ભાષા બોલે છે. ત્રીજા પ્રકારના માણસના ભાષા વ્યવહારમાં કંઈક સત્યતા અને કંઈક અસત્યતા હોય છે
જ્યારે ચોથા પ્રકારના માણસના ભાષા વ્યવહારમાં કેવળ લેક વ્યવહાર એટલે કે લેકામાં બોલાતી અને સમજાતી ભાષામાં સત્યતા કે અસત્યતા નથી હોતી. કેવળ લેક વ્યવહાર જ મુખ્ય છે બોલવાના આશયમાં ખરાબી, અસત્યતા કે સ્વાર્થાન્યતા આદિ દેશે નહીં હોવાના કારણે આ ચેથી ભાષા ભાષાસમિતિને લાયક બને છે. એટલે કે ચારે ભાષામાથી પહેલી સત્યાભાષા અને એથી અસત્યા અમૃષા ભાષા ઉપર જ ભાષાસમિતિની છાપ લાગે છે. અને વચ્ચેની બીજી અને ત્રીજી ભાષા ગમે તે આશયથી બેલાતી હોય તે પણ તેને સમાવેશ ભાષા સમિતિમાં થતું નથી.