________________
શતક ૧૦મું ઃ ઉદ્દેશક-૩
૪૫૩ ૯. નવા કપડાં અને આભૂષણે પણ ચંદ્રસ્વરે પહેરવા
૧૦. ગામ, દેશ, દુકાન કે બીજી કઈ પણ સત્તાને ચાર્જ ચંદ્રવરે લે.
૧૧ બીમાર માણસ ચંદ્રસ્વરે ઓષધ લે. ૧૨. બગીચા કે ખેતરમાં ચંદ્રસ્વરે બીજ નાખે. ૧૩. રાજાની કે મોટા માણસની મુલાકાત ચંદ્રસ્વરે લેવી
૧૪. રાજ્યગાદી ઉપર કે સત્તાના ચાર્જ લીધેલી ગાદી કે ટેબલ ખુરશી પર ચંદસ્વરે બેસવું.
૧૫. નવી દુકાન ખોલવી, ગાદી બિછાવવી હોય અથવા દુકાન પર નેકરી અર્થે જવું હોય તે ચંદ્રસ્વરનું ધ્યાન રાખવું.
૧૬. નદી, નાળા કે પુલ ચદ્રસ્વરે બાંધવા. ૧૭. ઝવેરાતનું કામ શિખવું હોય તે ચંદ્રસ્વરે
૧૮. પરણવા માટે ઘેરથી બહાર ઘેડે અથવા મોટરમાં બેસતા સમયે યાવત્ પાણીગ્રહણ પણ ચંદસ્વરે કર. ઈત્યાદિક સ્થાયી કાર્યો, તુષ્ટિ–પુષ્ટિ કે માંગલિક કાર્યો ચંદ્રસ્વરે જ કરવા.
૯ સવારમાં પથારી છે. ત્યારે ચંદ્રસ્વરે જ ડાબે પગ નીચે મૂકીને છેડશે. પણ સુષષ્ણુ એટલે બંને નાકમાંથી પવન નીકળતું હોય ત્યારે ભૂલેચુકે પણ પથારી છોડશે નહી. અન્યથા આ દિવસ કલેશ-કકાસ અને નુકશાનમાં પૂરો થશે.
ઈત્યાદિક સ્થાયી કાર તથા તુષ્ટિ-પુષ્ટિને આપનારા કાર્યો ચંદ્રસરે કરવા.