________________
૪૫ર
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ચદ્રનામાં કરવાના કા:
અમૃતવર્ષિણી ચંદ્રનાડી જ્યારે બરાબર ચાલતી હોય છે ત્યારે નીચેના કાર્યો કરવા.
૧. જિનમંદિર બ ધાવનાર ભાગ્યશાળી જ્યારે પિતાને ચંદ્રવર ચાલે ત્યારે પાયે નાખે
૨. મૂર્તિની પ્રતિષ્ઠા સમયે ચંદ્રસ્વરને ખાસ ખ્યાલ રાખવો; લગ્ન અને નવાંશને સમય જે સાથ આપે તે સોનામાં સુગંધ છે અન્યથા ચ દ્રસ્વરમાં જ મૂર્તિ બિરાજમાન કરવી અને વાસક્ષેપ પણ ત્યારે જ નાખવે.
૩. મદિરના શિખરે કળશારોપણ પણ ચંદ્રવરે કર.
૪ પૌષધશાળા, ધર્મશાળા, દાનશાળા, પાઠશાળા, ઘર, હાટ, હવેલી, કેટ વગેરે નવા બનાવવા હોય, અથવા તૈયાર થયેલામાં પ્રવેશ કરે હોય ત્યારે ચંદ્ર સ્વરને જ આગ્રહ રાખો.
પ નાની મોટી તીર્થયાત્રા માટે પ્રસ્થાન કરવું હોય ત્યારે ચંદ્રસ્વર ચાલતું હોય ત્યારે ઘેરથી રવાના થવુ.
૬. દીક્ષાના સમયે દીક્ષાદાતા ગુરુ પિતાના ચદ્રસ્વરે જ દીક્ષા આપે
૭. કોઈને મંત્ર આપ હોય તે પોતાના ચ સ્વરમાં જ આપ. મંત્ર લેનારને પણ તે સમયે ચંદ્રસ્વર ચાલે તે સારું છે. પણ મ ત્રની સાધના સમયે સૂર્ય વર ચાલતો હોય તે વધારે સારૂં.
૮. રહેવા માટે નવા ઘરમાં કે શહેર-ગામમાં પ્રવેશ કરતા સમયે ચ દ્રસ્વરનો તિરસ્કાર કયારે પણ ન કરે.