________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૩
૪૫૧ જમણે નાક સૂર્યનાડી કે પિંગલા નાડી કહે છે. અને બન્ને છિદ્રોને સુષુણ્ણા નાડી કહે છે.
ઈડા નાડી(ચન્દ્રનાડી ડાબી બાજુ)ને શાસ્ત્રકારોએ અમૃતનાડી કહી છે. જે શરીરમાં અને આત્મામાં અમૃતની પુષ્ટિ કર. નારી, ધારેલા કાર્યોને કરનારી હોય છે. ચન્દ્રસ્વરમાં એટલે કે ડાબી બાજુએ જ્યારે પવન નીકળતું હોય છે ત્યારે મનુષ્ય કે સ્ત્રીનું મન પ્રસન્ન હોય છે, ગાત્રે ઠંડા હોય છે, મગજ શીતળ હોય છે, ઉશ્કેરાટ હોતી નથી. તે સમયે કરેલા કાર્યો સફળતાને આપનારા હોય છે.
જ્યારે પિંગલા નાડી (સૂર્યનાડી જમણે નાક) ચાલતી હોય છે, ત્યારે માનવને કંઈક ગરમીનો અનુભવ થાય છે, મગજમા ઉષ્ણુતા વધે છે અને માનસિક દુઃખને અનુભવ થાય છે. સાધા રણ વાતચિતમાં પણ ઉશ્કેરાટ વધતા કલેશ કંકાસનું વાતાવરણ સર્જાઈ જાય છે. આમાં ઉતાવળીયા કામ કરવા.
અને બંને નાકમાંથી પવન વહેતું હોય છે ત્યારે વ્યવહારના કાર્યોમાં હાનિ કરનાર હોવાથી તે સમયે કંઈપણ કામ કરવું તે નુકશાનને માટે થાય છે માટે પરમાત્માનું ધ્યાન કરવું, મૌન ધારીને બેસી રહેવુ.
સંસારને માનવ પોતાના પ્રત્યેક કાર્યોથી સુખી થવાની ઈચ્છાવાળો હોય છે. માટે પરમ દયાળુ જૈનાચાર્યોએ અમુક કાર્યો માટે અમુક નાડી નિયત કરેલી છે એટલે કે તે તે કાર્યો તે તે નાડીમાં જ કરવા જેથી સુખ અને શાંતિ મળે; વિધ્રો અને ઉપદ્ર નાશ પામે.