________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૩ મૃત્યુના સમયે આત્મા પિતાના બધાએ પુણ્યકર્મોનો દેવાળો કાઢીને પરલેકની યાત્રા કરનારે બનશે માટે ચોવીસ કલાકમાથી ઘડી આધ ઘડી પણ પરમાત્માનું ભજન કીર્તન, પૂજન, સામાયિક, પ્રતિક્રમણ, દાન, પુણ્ય આદિ સત્કાર્યો કરવા જેથી આત્મા તુષ્ટપુષ્ટ અને ભવાંતરમાં પણ સુખી બને.
પ્રાણાયામ-શરીરની સુખાકારી ખાવા-પીવા કે રંગરાગ માત્રથી નથી પણ ધ્યાન પ્રક્રિયાને અભ્યાસ કરવાથી જ શરીર, ઈન્દ્રિ, વાયુ, મન અને આત્મા પણ કન્ટ્રોલમાં આવશે
આત્મકલ્યાણની ટ્રેનિંગ લેવા માટે પ્રાણાયામ સુલભ અને સુસાધ્ય માર્ગ છે. જે દ્વારા શરીરમાં રહેલે વાયુ સ્વાધીન બનશે અને મન, વચન તથા કાયાના રોગો નાબુદ થશે
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપે જગતના જી ઉપર અનંત ઉપકાર કરનારા, દેવાધિદેવ અરિહંત દેવેનુ ધ્યાન જ્યારે કરવાનું હોય છે ત્યારે બધાએ સ કોનો ત્યાગ કરી મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક પદ્માસને અથવા પિતાની સ્વસ્થતા જે રીતે રહે તે આસને ઘડી આધ ઘડી માટે વાયુના-દમનપૂર્વક ધ્યાન કરવું જોઈએ.
સ્વસ્થતાપૂર્વક બેસીને બહારનો વાયુ નાકવડે અંદર લે તે પૂરક કહેવાય છે. અંદર લીધેલા વાયુને મિનિટ આધી મિનિટ રોકી રાખ તે કુંભક છે અને પછીથી ધીમે ધીમે અંદરના વાયુને નાકવડે બહાર કાઢવાની ક્રિયાને રેચક ક્રિયા કહે છે.
પૂરક પ્રાણાયામ કરવાથી અને ધીમે ધીમે દિન-પ્રતિદિન તેને અભ્યાસ કરવાથી તથા વધારવાથી શરીર પુષ્ટ બને છે અને વ્યાધિઓ નાશ પામે છે.