________________
શતક દશમું : ઉદ્દેશકર ક્રિયાઓ સંબંધી પ્રશ્નોત્તરે?
રાજગૃહી નગરીમાં સમવસરણમાં બિરાજમાન દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીને ગૌતમે પૂછ્યું કે, હે પ્રભો! પ્રાણાતિ પાતાદિ આશ્રવમાનો ત્યાગ કરી સ વરધર્મયુક્ત મુનિ, યદી યથાખ્યાત ચારિત્રથી પૃથફ થઈ કષાયભાવ(વિચિપથ)માં રહીને અથવા સરાગભાવે ઈર્યાસમિતિની મર્યાદાને ઉલ્લ ઘીને પિતાથી આગળ રહેલા, પાછળ રહેલા, પડખે રહેલા, ઉંચે રહેલા, નીચે રહેલા પદાર્થોને જેતે હય, જોવાની ઈચ્છા રાખતું હોય, તેવા મુનિ શું પથિકી ક્રિયાને સ્વામી બની શકશે ? કે સાંપરાયિકી ક્રિયાને સ્વામી બનશે?
જવાબ આપતાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! ત્યાગી, વિરાગી અને સંયમધારી પોતાની આજુબાજુ, સામે, પાછળ કે ઉંચેનીચે રહેલા પદાર્થોને જોવા-જાણવા માટેની ઈચ્છાવાળો થયે છતા સાંપરાયિકી ક્રિયાને તે માલિક બનશે કેમ કે-અનંત શક્તિઓ સત્તામાં પડેલી હોવા છતાં પણ તે આત્મા અનાદિકાળથી પૌગલિક પદાર્થોને સહવાસી હોવાથી, અને તે સહવાસથી ભવભવાંતરમા અનંતા દુઃખ ભોગવીને દુઃખી બનેલે હોવાથી જ્ઞાનપૂર્વક તે પૌલિક પદાર્થોને સહવાસ છેડવાને માટે જ દીક્ષિત અને શિક્ષિત થયે છે છતાં પણ જ્ઞાન અને સ્વાધ્યાયમાં રમતા નહીં થયેલી હોવાથી ઈરછાથી કે અનિચ્છાથી પણ પૌગલિક પદાર્થો પ્રત્યેની માયા ગમે તેવા સાધકને પણ એક વાર તે કષાયભાવ ઉત્પન્ન કરાવવા માટે પૂર્ણ સમર્થ બને છે અથવા બની શકે છે