________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
હીરવિજયસૂરિજી પેાતાના તપ, સયમ અને બ્રહ્મચર્યંની સાધનાથી જ અનાય સસ્કૃતિના સ્વામી અકબર બાદશાહને જૈનત્વનું દર્શન કરાવી શકયા હતાં.
૪૨૨
સિદ્ધસેન દિવાકરસૂરિજીએ સંયમની ઉત્કૃષ્ટ સાધનાવડે જૈન શાસનને જયજયકાર કરાવી શક્યા હતાં.
શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, સ્વ. શ્રી વિજયધમ'સૂરીશ્વરજી તથા શાસન સમ્રાટ્ વિજયનેમીસૂરીશ્વરજી મહારાજ પેાતાની ઉત્કટ બ્રહ્મ સાધનાવડે જૈન શાસનના અભૂતપૂર્વ કાર્યો કરી શકયા હતાં
વ્યક્તિત્ત્વશુદ્ધિના જોરે પ્રાપ્ત થયેલી વતૃત્વશક્તિ વડે શાસનદીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ (મારા ગુરુ) સિંધ જેવા માંસાહારી દેશમા સેંકડો-હુજારા કુટુ એને માંસાહાર તથા શરાબપાનને ત્યાગ કરાવી શકયા હતા. ઈત્યાદિક અગણિત દૃષ્ટાંતા ઈતિહાસ પ્રસિદ્ધ છે.
આહારક શરીરને માલિક ચતુર્દશ પૂ`ધારી જ હોય છે. વૈક્રિય શરીર દેવેશને જ સુલભ છે.
જ્યારે ઔદારિક શરીર અત્યંત ઉદાર અને છેવટે માક્ષ મેળવવાને માટે સાધકતમ છે.
હવે આ જ વાતને ભગવતી સૂત્રકાર કહે છે – હે ગૌતમ ! ઔદારિક શરીરના પાંચ પ્રકાર છે—
એકેન્દ્રિય ઔદ્યારિક શરીર
દ્વીન્દ્રિય ઔદારિક શરીર શ્રીન્દ્રિય ઔદારિક શરીર