________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૧
૪૨૧ દારિક, વૈક્રિય અને આહારક સ્થળ શરીર છે. શરીરની રચનામાં મૂળ કારણ સૂક્ષ્માતિસૂક્ષમ કાર્માણ શરીર હોય છે, જેની વિદ્યમાનતામાં પ્રાણીમાત્રને બીજા શરીરો ધારણ કરવા પડે છે. ભવભવાંતરમાં જ જીવ વધારેમાં વધારે ચાર સમય સુધી ભલે સ્થૂળ શરીર વિનાને હોય તે પણ સૂક્ષ્મ કામણ શરીર તે તેની સાથે જ રહે છે. અર્થાત્ એક ભવને છેડત જીવ પોતાના સૂક્ષ્મ શરીરને સાથે લીધા વિના કોઈ કાળે પણ બીજે ભવ સ્વીકારી શકતા નથી.
બીજા શરીરને ધારણ કરવાના પ્રથમ સમયે જ પિતાની આહાર પર્યાપ્તિ વડે ઓજસ શક્તિથી લીધેલા આહારને પચાવવાનું કામ તેજસ શરીર કરે છે
બીજા આચાર્યો એમ કહે છે કે બીજા ને શાપ અને આશીર્વાદ દેવાની શક્તિમાં તૈજસ શરીર મૂળ કારણ રૂપે છે.
સર્વથા નિખાલસ વૃત્તિ, ક્રોધ કષાયનુ મન્દીકરણ, સંયમમાં દઠરાગ, બદલાની આશા વિનાની તપશ્ચર્યા, તથા લેભ અને પરિગ્રહોને ત્યાગનારા પુણ્યશાળીઓના આશીર્વાદ ફળનારા હોય છે.
મંત્રમાં આ શક્તિ હશે, પરંતુ ભૂલવું ન જોઈએ કે મંત્રની શકિતના વિકાસમાં મૂળ કારણરૂપે બ્રહ્મચર્ય ધર્મ જ રહેલે હોય છે. બ્રહ્મચર્યની સાધના વિનાની મંત્ર શક્તિઓ, તાંત્રિક પ્રયોગ, એકાક્ષી નાળીયેર કે જમણા શ ખની સાધનાવડે જનતાનું ભલું કરવાની ભાવના સર્વથા વાંઝણી જ રહેશે.
અરિહંતના શાસને કહ્યું કે ભાગ્યશાલિન! સંયમની યથાશક્તિ સાધના જ મોટામાં મોટી શક્તિ છે, બ્રાતેજ છે, અને બીજાઓને આશીર્વાદ દેવા માટેની અભૂતપૂર્વ સાધના છે.