________________
૪૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અમુક મહિના, અમુક દિવસ, ઘડી પળ પર્યત કુક્ષિમાં રહેનારા જીવને સંસારભરના ડોકટરો, નર્સે છેવટે ઈશ્વર પણ સમય પહેલા સ સારના સ્ટેજ પર લાવી શકતો નથી માટે કુક્ષિથી જીવને બહાર આવવા માટે અપાન વાયુ જ સ્વતઃ શક્તિમાન છે, જે પદગલિક છે. કુક્ષિમાંથી બહાર આવનારા જીવને ઈશ્વર હાથ પકડીને બહાર ખેંચે છે તે અનુભવ ઇતિહાસના એકેય પાના ઉપર નોંધાયે નથી. - સંતાન પ્રત્યે અગાધ પ્રેમ જ માવડીના સ્તનમાં લેહી. માંથી દૂધ બનાવનાર હોય છે. બેશક ! જન્મ લેનારા સંતાનનું પુણ્યકર્મ કે આયુષ્યકર્મ જ ઓછું હોય અને માવડીના સ્તનમાં દૂધ સૂકાઈ જાય તે ઈશ્વરની મહેરબાની નથી પણ સંતાનના પાપને આભારી છે, જે પોદ્દગલિક છે. ગરીબી કે શ્રીમતાઈ, તેમજ સંગ કે વિયેગ ઈશ્વરદત્ત નથી પણ પાપ અને પુણ્યરૂપ કર્મસત્તાને આભારી છે.
ઉપર્યુક્ત કારણોને લઈ કર્મસત્તાની અન ત શક્તિ મહિમા નાના મોટા કવિઓને, ઋષિમહર્ષિઓને પણ ગાવે પડયો છે અને તે પણ મુક્ત કઠે કંઈ પણ શરમ રાખ્યા વિના કમરાજાના પરાક્રમે ગાયા છે
મૃત્યુ પામતે આત્મા પિતાનું વિદ્યમાન શરીર છોડીને જેમ પરલોકે જાય છે તેમ કૂતરા, બીલાડા, કાગડા, કીડી મકડા કે દેવ દેવીઓ ચક્રવતીઓ પણ પિતાનું શરીર છેડીને જ પરલેક જાય છે, તે છતાં શરીર વિનાનો આત્મા નથી. તેને સત્યાર્થ એ છે કે શરીર સૂક્ષ્મ અને બાદર રૂપે બે પ્રકારે છે.
કાર્પણ અને તિજસ સૂક્ષ્મ શરીર છે.