________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૧
૪૧૯ વિના પુણ્ય પાપના ફળે કોઈ કાળે અને કેઈનાથી પણ ભેગવાતા નથી.
ઈશ્વર કમેન ફળદાતા નથી
મેહ, માયા, ઈછા આદિ દોષોથી સર્વથા રહિત ઈશ્વર કેઈને પણ શરીર ધારણ કરવામાં નિમિત બની શકે તેમ નથી. ત્યારે સત્યદષ્ટ, યથાર્થવાદી, ભગવાન મહાવીરસ્વામીએ શરીરને ધારણ કરવામાં વ્યક્તિ કે પ્રાણીમાત્રના પાતપિતાના કરેલા કર્મોને જ મુખ્ય કારણરૂપે કહ્યું છે.
જીવ જેમ અનંત શક્તિઓને માલિક છે, તેમ કર્મસત્તા પણ અનંતશક્તિની માલિક છે. ત્યારે જ તે સંસારવર્તી એક પણ કાર્યમાં ઈશ્વરની સત્તાને અત્યાર સુધીમાં કેઈએ જાણું નથી, જોઈ નથી તેમ અનુભવી પણ નથી પોતાની કુક્ષિમાં આવનારા જીવને ઈશ્વર મૂકી જતું હશે ? તેવો અનુભવ સંસારની એક પણ સ્ત્રીને થયો નથી.
ઈશ્વર પુરૂષના શુક્રમાં (વીર્યમાં) જીવને મૂકી દેતે હશે ? માટે શુક્રક્ષરણ સમયે જ જીવ કુક્ષિમાં આવી જાય છે. પરંતુ આ માન્યતા સર્વથા નિરાધાર એટલા માટે છે કે શુક્રક્ષણમાં જે જીવ હોય તે પ્રત્યેક સમયે શુકરણ સમયે જીવને કુક્ષિમાં આવવું જ જોઈએ પણ તેમ થતું જ નથી. માટે શુકમાં જીવ રહેતા નથી. પણ શુક્ર અને રજની મિશ્રણતા વર્ષે, બે વર્ષે કે ત્રણ ચાર વર્ષે જ્યારે થાય ત્યારે તે મિશ્રણમાં જીવ આવે છે. અને આ વાત સૌને માન્ય છે; પછી તે વૈદિક હાય, આયુર્વેદિક હોય કે કેકશાસ્ત્રને જ્ઞાતા હોય.