________________
૪૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દેવ છે માટે પરમાત્મા, પરમેશ્વર, તીર્થકર, દેવાધિદેવ સર્વસ અને ભગવાન છે
સંસારી જીને શરીર ગ્રહણ કરવામાં મુખ્ય કારણ કર્મો છે. વારો ચેષ તે સસરળ va” આ ન્યાયે સાત નરકમાં રહેનારા સર્વે પંચેન્દ્રિય નારક જીવે, એકેન્દ્રિય જીવે, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયમાં બે પગવાળા પંખીડાઓ, ચાર પગવાળા ગાય, ભેસ, બકરી આદિ, આકાશમાં ઉડનારા, પૃથ્વી પર છાતીએ ચાલતા સર્પ આદિ, પગે ચાલનારા નળીઆ, ગરોલી વગેરે, પાણીમાં ચાલનારા માછલા, મગર મછ, કાચબા વગેરે, સે પગવાળા કાનખજુરા વગેરે બધા તિર્યંચ જી, માત પિતાના સાગ વિના જન્મનારા સંમૂછિમાં પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્ય, ગર્ભથી ઉત્પન્ન થનારા બધાએ મનુષ્ય, સ્ત્રીઓ, વિદ્યાધર, ખેચરે, પ૬ અન્તદ્વપ તથા ૧૫ અકર્મભૂમિ તથા કર્મભૂમિમાં થનારા દેવકુરૂ અને ઉત્તરકુરૂના યુગલિક મનુષ્ય તથા મેઘકુમાર, વાયુકુમાર, સુવર્ણકુમાર, નાગકુમાર આદિ ભવનપતિના દેવ-દેવીઓ, ભૂતપ્રેત, વ્યંતરચક્ષ, રાક્ષસ-કિન્નર કિપુરૂષ, આદિ વ્યંતરદેવ અને દેવીઓ, સૂર્ય, ચ દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા આદિ તિષ દેવો અને દેવીઓ તથા સુધર્મા, ઈશાન, બ્રહ્મલેક આદિના વૈમાનિક દે, થાવત્ અનુત્તર વિમાનવાસી દે આ બધાએ ચારે ગતિના છે સંસારી છે, માટે સૌને પોતપોતાના પુણ્ય ક્ષય થયે બીજું શરીર ધાર્યા વિના હરહાલતમાં પણ છુટકારો નથી. કેમ કે સંસારીને જ સંસારમાં રખડવાનું છે.
ભવ ભવાંતરમાં માયાવશ કરાયેલા નિયાણુઓને લઈને પુણ્યપાપના ફળ ભેગવવાના સર્વથા અનિવાર્ય છે, અને શરીર