________________
૪૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૩. અધર્માસ્તિકાયને દેશ ૪. અધર્માસ્તિકાયને પ્રદેશ ૫. આકાશાસ્તિકાયને દેશ ૬. આકાશાસ્તિકાયને પ્રદેશ ૭. કાળ (અદ્ધા)
આ દિશામાં ધમસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાતિકાય આ ત્રણે દ્રવ્ય નથી હોતા પણ તેમના દેશ અને પ્રદેશ હોય છે.
કારણ આપતાં કહ્યું કે ધર્માસ્તિકાયથી સંપૂર્ણ ધમસ્તિકાયને બંધ થાય છે અને સૂત્રમાં નો” શબ્દનો અર્થ નિષેધાર્થક હોવાથી પૂરા ધર્માસ્તિકાયને નિષેધ સમજ વા એ જ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય માટે સમજવું. ભગવતી સૂત્રમાં આ પ્રમાણે સાત ભેદ જ મનાયા છે.
જ્યારે ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસમા અધ્યયનની પાંચમી - ગાથામાં ધમસ્તિકાયાદિ ત્રણેને સમાવેશ કર્યો હોવાથી દશ ભેદ થાય છે.
જ્યારે આ સૂત્રાનુસારે પૂર્વ દિશામાં ધમસ્તિકાય નથી પણ તેને દેશ અને પ્રદેશ છે.
અધમસ્તિકાય નથી પણ તેને દેશ અને પ્રદેશ છે. આકાશાસ્તિકાય નથી પણ તેને દેશ અને પ્રદેશ છે તેમ કાળદ્રવ્યને પણ પ્રદેશ છે.
માટે સાત પ્રકારના અરૂપી અજીના આશ્રયરૂપ બનેલી પૂર્વ દિશા અજીવરૂપ પણ છે.