________________
૪૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નદીના કિનારે માટી દ્વારા જેના મૂળીયા ઢંકાયેલા નથી તે વૃક્ષ મૂળથી લઈ બીજ પર્યત એટલે કે મૂળ, કન્દ, સ્કન્દ (થડ) છાલ, શાખા, પ્રવાલ, પાન, પુષ્પ અને ફળ તથા બીજ ગ્રાહત વૃક્ષને પાડતે વાયુ પાચે કિયાઓને માલિક બને છે.
એગ્રીમે ઉદ્દેશ સમાસ,
સમાપ્તિ વચન નવયુગપ્રવર્તક, શાવિશારદ, જૈનાચાર્ય, સ્વર્ગસ્થ ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ વિશમી શતાબ્દીના શુક્રના તારા જેવા ચમકદાર, ગુરુના તારાની જેમ સૌમ્ય, યુધિષ્ઠિરની જેમ પોતાના શત્રુને માટે પણ સાચા સલાહકાર, બ્રહ્મચર્યની આરાધનાવડે એજસ્વી, સંયમની આરાધનાવડે તેજસ્વી, અહિંસાના પ્રચાર માટે અહિંસક ભાષાવાદી હતા, જેમના ગીતડા સંસારના તમામ ભાષાવિદોએ ગાયા છે. તે સૂરીશ્વરજીના અનન્ય ચરણે પાસક અપ્રમાદી સ્વાધ્યાય મસ્ત, આગમરહસ્યજ્ઞાતા, શાસનદીપક, પ્રચંડ વકતૃત્વશક્તિધારક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ હતાં. સિબ્ધ જેવા હિ સક દેશમાં પણ અહિંસા તથા જૈન ધર્મને પ્રચાર કરનારા પૂ ગુરુદેવના ચરણોમાં દીક્ષિત અને શિક્ષિત થયેલા પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મ. (કુમારશ્રમણે) કેવળ પોતાના સ્વાધ્યાય ખાતર તથા આવતા ભવમાં પણ જેન વાણીના સંસ્કાર બન્યા રહે તે માટે ભગવતી સૂત્રના નવમાં શતકને પોતાની યથામતિએ વિચિત ક" છે
शुभ भूयातु सर्व जीवानाम् । सर्वे जीवा भद्रं प्राप्नुयः ।। - શતક નવમું સમાપ્ત