________________
४०८
શ્રી સગવતી સૂત્ર સાર સંગ્રહ જ્યારે પણ પાણીને ઉપભોગ કરશે ત્યારે પાણીની સાથે રહેલી વનસ્પતિ અને અસંખ્યાતા ત્રસ જીવેને પણ તે મારશે જ. કેમકે પાણીને હણતાં તેને આશ્રય કરીને રહેલા ત્રસ જીવે પણ મય વિના રહેશે નહીં. અચિત્ત પાછું શા માટે ?
આમ છતાં પણ પાણ એ જીવન છે અને જીવન જીવવાને માટે પાણીનો ઉપગ સર્વથા અનિવાર્ય છે. ત્યારે સમ્યગજ્ઞાની આત્મા પાણીને અચિત્ત કરીને તેને ઉપયોગ કરશે.
યદ્યપિ પાણુને સગડી ઉપર મૂકતાં ઘણાં ત્રસ જીવે મરવાનાજ છે; તે પણ સર્વથા અનિવાર્યરૂપે પાણીને ઉગ કરવાને હેવાથી પ્રતિ સમયે થતી છત્પત્તિથી બચવાને માટે ભાવદયાપૂર્વક તે ભાગ્યશાળી આત્મા પાણીને એકવાર અચિત્ત કરે છે. માટે ઉકાળેલું પાણી જ સર્વથા શ્રેયસ્કર છે - આ પ્રમાણે વનસ્પતિને આશ્રય કરીને હજારો જીવે ત્યાં રહેલા હોય છે. જેમકે-ડાળ ઉપર નાના મોટા ૫ ખીઓ, તેને બચ્ચાઓ, તેના માળાઓ, ઝાડના મૂળમાં પણ બીજા ઘણા છે ત્યાં રહેલા જ હોય છે માટે વનસ્પતિની હત્યા કરનારે તેના આશ્રિત જીવને પણ મારનાર બને છે. ઋષિ હત્યાનું પાપ
ગૌતમસ્વામી પૂછે છે કે એક ત્યાગી તપસ્વી અષીની હત્યા કરતાં તે જીવને બીજા જીની હત્યા શી રીતે લાગશે?
ભગવાને કહ્યું કે હે ગૌતમ! સમજદારીપૂર્વક પાપભીરુ આત્માઓ પાપની નિવૃત્તિરૂપ સર્વવિરતિ કે દેશવિરતિ ધર્મ