________________
શતક નવમું : ઉદેશક–૩૪
મગધ દેશની રાજગૃહી નગરીમાં આ ત્રીસમે ઉદ્દેશ પ્રકાશા છે.
ગૌતમે ભગવાનને પૂછયું કે, હે પ્રભે! કઈ પુરૂષ બીજા પુરૂષને હણે છે તે શું ત હણનારો મરણ પામેલા પુરૂષની હત્યાનો જ ભાગી બને છે કે તેના અનુસંધાનમાં બીજા જીવને પણ હણે છે ?
ભગવાને કહ્યું હે ગૌતમ! એક પુરુષની હત્યા કરતો પુરૂષ બીજા જીવોને પણ હણનારો બને છે.
કારણ આપતાં ભગવાને કહ્યું યદ્યપિ હણનાર પુરૂષ એમ માને છે કે, હું મારા લક્ષ્ય પુરૂષને જ મારૂં છું પરંતુ આ તેને ભ્રમિત જ્ઞાન છે કેમ કે એક જીવને જ આશ્રય કરીને ત્યાં બીજા છે પણ રહેતા હોય છે. જેમ કે તેના માથામાં જ, લીખ આદિ, પેટમાં કરમીયા, તેમ મરનાર માણસની કમાણી પર તેના પુત્ર, પરિવાર, સ્ત્રી આદિને જીવન નિર્વાહ પણ રહેલે હોય છે. તેવી સ્થિતિમાં એક માણસને મારતાં તેના શરીરપરિશ્રમ આદિ સાથે સંકળાયેલા બીજા જીવોને પણું મરવાનું કારણ બનશે. માટે હે ગૌતમ! એક જીવને મારતાં તેને બીજા જીની હત્યા પણ લાગે છે એ જ રીતે ઘડા, હાથી, સિંહ, દીપડા, વાઘ આદિની હત્યા કરતાં તેઓના આશ્રિત જીવેની હત્યા પણ અવશ્યભાવિની છે અને તે જીની હત્યા પણ મૂળ જીવને મારનારાને જ લાગે છે.