________________
શતક સ્ : ઉદ્દેશક-૩૩
૪૦૩ દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે હે જમાલી! પિતાની જાતને કેવળજ્ઞાની માનવા છતાં પણ વાસ્તવિકતાને છુપાવી શકાતી નથી.
ભગવાને કહ્યું લેક શાશ્વત જ છે, અશાશ્વત નથી. પહેલાં લેક ન હતું, હવે છે અને ભવિષ્યમાં નહીં રહેશે આવું નથી કેમ કે શાશ્વત વતુ હમેશા દ્રવ્યનયની અપેક્ષાએ શાશ્વત હેાય છે, અશાશ્વત નથી હોતી. તેવી રીતે જીવ પણ સદાકાળે છે, તેને નાશ નથી. જ્યારે પર્યાની દષ્ટિએ લેક અશાશ્વત પણ છે કારણ આપતાં ભગવાને કહ્યું કે ઉત્સર્પિણ અને અવસપિંણીના કારણે લેકમાં પરિવર્તન થાય છે, તેવી રીતે ગતિઓના કારણે જીવ પણ જુદી જુદી રીતે સંબોધાય છે.
શરીરમાં તાવની અસર જબરદસ્ત હોય ત્યારે સારામાં સારો ઘી, દૂધને પૌષ્ટિક આહાર પણ કડે ઝેર જેવો લાગે છે. તેવી રીતે મિથ્યાત્વરૂપી તાવ આત્માના અણુ અણુમાં ભરાઈ ગયે હોય ત્યારે તેને તીર્થકરોની વાણું પણ અરૂચિકર બને છે. આમાં તીર્થ કરેને દોષ નથી. કેમ કે સૂર્યનારાયણની હાજરીમાં ઘુવડ દિવસે જોઈ શકતા નથી, ધેધમાર વરસાદમાં જયારે બધીએ વનસ્પતિઓને નવા પાદડા આવે છે તે સમયે પણ કેરના ઝાડને એક પણ પાંદડું આવતું નથી બિચારા ઘુવડની કે કેરના ઝંડની ભવિતવ્યતા જે તેવી હોય તે સૂર્ય કે વરસાદ શું કરે? તેમ સંસારના જીવમાત્રને તીર્થંકરાની વાણી રોચક લાગે છે ત્યારે મિથ્યાત્વી અને અભિવ્યને કડવી લાગે છે શુભવિર પણ કહે છે, “મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધ એક કાણે રે, પ્રભુ તુજ શાસન અતિ ભલું માને સુરનર રાણે રે...”