________________
૪૦ ૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કરાતી વસ્તુ કૃત એટલે કરાઈ જ ગઈ હોય તો પછી તેમાં કરણક્રિયા” માનવાને પ્રસંગે ઉપસ્થિત થતાં અનેક દેશેની સંભાવના રહેશે. કેમ કે જે કૃત હોય તે ક્રિયમાણ હેતું નથી ઘડાઈ ચૂકેલે જૂને ઘડે જેમ ફરીથી ઘડાતું નથી, તેમ કૃત ચલિત આદિ વસ્તુઓમાં પણ “કરણરૂપ” ક્રિયા કરવામાં આવે તે કરણકિયાને ક્યારે પણ અંત આવશે નહીં.
બીજી વાત આ છે કે કરણરૂપ ક્રિયા અકૃતમાં હોય છે. કૃતમાં હતી નથી તથા અવિદ્યમાન વસ્તુ અમુક ક્રિયા દ્વારા જ વિદ્યમાન બને છે. જેમ વર્તમાનકાળે માટીમાં ઘટ વિદ્યમાન નથી પરંતુ અમુક કિયા કલાપથી તેમાં પર્યાયે ઉત્પન્ન થતા દેખાય છે. તેથી ક્રિયમાણને કૃત કહેવું એ પ્રત્યક્ષ વિરોધાભાસ રૂપ છે. એક ઘટના નિર્માણમાં અધિક કિયાઓની જરૂરત હોય છે. પ્રાર - કાળે જ ઘડો બનતે નથી માટે તેનું નિર્માણ થયેલું ત્યારે જ દેખાય છે, જ્યારે કિયાઓનું અવસાન થાય છે. આ કારણોને લઈ કિયાકાળમાં કાર્યની વિદ્ય માનતા માનવી ઠીક નથી.
આ પ્રમાણે જમાલીના કથિત, પ્રતિપાદિત, પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત મ તબેને જે સાધુઓએ શ્રદ્ધાપૂર્વક માન્યા અને સ્વીકાર્યા છે, પરંતુ જેઓને જમાલીના વચને રૂચા નથી તે સુનિઓએ બહુ જ હિંમતપૂર્વક જમાલીને સમજાવવા પ્રયત્ન કર્યો, તે આ પ્રમાણે — , ,
જે વસ્તુ અકૃત-અભૂત અને અવિદ્યમાન હોય છે તે અભાવ વિશિષ્ટ જ હોવાથી આકાશ પુષ્પની જેમ તેનું નિર્માણ અશક્ય જ હોય છે.”