________________
૩૬
નામ “વિવાહપન્નતી છે, તેના પ્રથમ ૪૧ શતક અને દશ હજાર ઉદ્દેશાઓ હતા અને બે લાખ અયાસી હજાર પદે છે અહીં પદ એટલે “વિભજ્યતં પદ' સમજવું નહીં, પણ અહીંઆ એક પદમાં લગભગ એકાવન કરોડ કને સમાવેશ થાય છે, આવા બે લાખ અચાવીસ હજાર પદ . અત્યારે પણ ત્રણ ભાગમાં ૧૨૦૦-૧૩૦૦ પૃષ્ઠ જેટલું છે. જેમાં લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજી, અન્ય સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકા અને અન્ય તીથિકેએ પૂછેલા ૩૬ હજાર પ્રશ્નોના ઉત્તર ભગવાન મહાવીરસ્વામીએ શ્રીમુખે ફરમાવ્યા છે, જેમાં છત્રીસ-છત્રીસ હજાર વાર ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી ભગવાનનું પુણ્ય નામ આવતુ હેવાથી જગતમાં અત્યંત પૂજનીય બન્યું છે અને તેથી તેનું પ્રસિદ્ધ નામ ભગવતીજી છે
વર્તમાનમાં પણ જ્યાં જ્યાં જ્યારે જ્યારે વિદ્વાન ગુરુદે શ્રી ભગવતી સૂત્ર ઉપર વાચન આપે છે ત્યારે ભાવિકે અત્યંત ભક્તિ અને બહુમાનપૂર્વક તથા શ્રેષ્ઠ વિધિ વિધાન સાથે ભગવતીસૂત્રનું શ્રવણ કરે છે.
શ્રી ભગવતીજી સૂત્ર પરનાં વ્યાખ્યાનમા વિવેચનાત્મક અનેક ગ્રંથે પ્રગટ થયા છે, તેમાં પૂજ્ય આગદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે ખૂબ જ ઝીણવટ અને વિદ્વત્તાપૂર્વક સૂત્રની વિશદ ચર્ચા કરી છે.
પરમ ગુરુદેવ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના ભગવતીસૂત્ર પર વ્યાખ્યાનગ્રંથ બે ભાગમાં પ્રગટ