________________
૩૭
કર્યો છે. પ્રથમ ભાગમાં મંગળાચરણના ફકત એક જ ક ઉપર વિસ્તારથી ચર્ચા કરી છે જ્યારે બીજા ભાગમાં ભગવતીસૂત્રને જયકુંજર હાથીની સાથે સરખામણી કરતાં જ ૫૦૦ પૃષ્ઠ પૂરા થાય છે. તેમજ પૂજ્ય વિદ્વર્ય જૈનાચાર્ય શ્રીમદ્ વિજયધર્મ, સૂરીશ્વરજી મહારાજે આપેલા ભગવતીજી પરના વ્યાખ્યાનને એક દળદાર ગ્રંથ છે. અત્યંત સુવાચ્ય અને રસીલી ભાષામાં તરવજ્ઞાનથી ભરપુર તે ગ્રંથ બનવા પામ્યો છે.
જ્યારે વિદ્વયં સરળાશયી પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી ગણું (કુમારશ્રમણ) દ્વારા પ્રગટ થયેલા પ્રથમ ભાગમાં તત્ત્વજ્ઞાનને ખજાને ઠાલવી દેવામાં આવ્યું છે. જેમાં પાંચ શતકના અનેક ઉદ્દેશાઓનું વિશદ અને વિસ્તૃત વિવેચન છે જ્યારે આ પ્રસ્તુત બીજા ભાગમાં દર્ફે શતકથી ૧૧મા શતક સુધીના અનેક ઉદ્દેશાઓનું વિષયને વળગી રહી સુંદર સરળ અને સુવા શિલીએ વિવેચન કર્યું છે. આ એક આકર ગ્રંથ છે. આ ગ્રંથ જિજ્ઞાસુઓ તથા તત્ત્વપિપાસુ ભવ્યાત્માઓ માટે એક આશીર્વાદ રૂપ છે.
સાચે જ આ બને ભાગ અત્યંત ઉપયોગી અને અતીવ જ્ઞાનપ્રદ નીવડશે, એમાં મને લેશ પણ શકી નથી.
આવા પ્રકારની શિલીને અનુસરીને આગળના શતકે પરનું વિવરણ તૈયાર કરી પ્રગટ કરવામાં આવશે તે ખૂબ જ ઉપયોગી નીવડશે..