________________
૩૫
તથા શ્રદ્ધાને દઢ કરવામાં અનેરો ભાગ ભજવશે, ઉપરાંત કર્મ નિર્જરાનું મહાન કારણભૂત બનશે.
આવા સુંદર વિવેચનાત્મક દ્રવ્યાનુયેગના ખજાનારૂપ ગ્રંથ નિર્માણ કરવા બદલ વિદ્વાન પંન્યાસજીશ્રી આપણું સૌનાં અભિનદનના અધિકારી બને છે. પુનઃ પુનઃ હું તેમને અભિન દુ છું અને એમની શક્તિઓની કદર કરું છું.
લેખકશ્રી પંન્યાસજી મહારાજ આ ગ્રંથનું નિર્માણ કરીને યશસ્વી અને પૂર્ણ સફળ બન્યા છે. ક્યાંક તેમણે લાલબત્તી પણ ધરી છે, અને ન સમજાય તેવા વિષયને શક્ય તેટલે પ્રયત્ન કરી સરળ બનાવવાની કેશિશ કરી છે.
વર્ષ દોઢ વર્ષ પહેલાં ભગવતીસૂત્ર સાર–સ ગ્રહને પહેલો ભાગ જ્યારે તેમણે મને સાદર ભેટ કર્યો, ત્યારે મેં તેનું ઉપરછલ્લી દૃષ્ટિએ જ માત્ર નિરીક્ષણ કર્યું હતું. પરંતુ જ્યારે મને બીજા ભાગની પ્રસ્તાવના લખવાને સુઅવસર પ્રાપ્ત થયો ત્યારે તે મારે તેને સાઘત વાંચો જ રહ્યો. તે જ તેના ઉપર બે શબ્દ હું લખી શકું. પણ આ બીજો ભાગ વાગ્યા પછી મને થયું કે, મેં પ્રથમ ભાગ વચ્ચે નહીં તે ઠીક ન કર્યું હવે તરતમાં જ પ્રથમ ભાગનું વાચન કરવા માટે આ બીજા ભાગે મને મૂક પ્રેરણા આપી છે
શ્રી ભગવતી સૂત્ર અને તેની વ્યાખ્યાઓ –
દ્વાદશાંગીમાં પાંચમું અગ શ્રી ભગવતીજી સૂત્ર, જેનું મુખ્ય