________________
૩૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આત્મગત–એટલે કે તાવની જોરદાર અસરના કારણે જીભ જેમ કડવી થાય છે, તેમ મિથ્યાત્વના તીવ્ર વિપાકેદ જમાલીને પણ મહાવીર પ્રત્યે અશ્રદ્ધા થઈ અને ભગવાનના વચનોની વિરોધભાવનાના અંકુરની ઉત્પત્તિ થવા પામી.
ચિંતિત-અંકુરામાથી જેમ બે પાંદડી ફૂટે તેમ જમાલીસુનિને પણ અશ્રદ્ધા વધતી ગઈ અને સાથે સાથે વિરોધભાવ પણ વધતે ગયે
પ્રાર્થિત—વિકસિત લતા જેમ પલવિત થાય છે તેમ જમાલીને ચિંતીત વિચાર વધારે વિકસિત થયે, તેથી તેના મનમાં “મહાવીરના વચને સર્વથા અશ્રધેય છે, આવી ભાવના વધી ગઈ અને પછી તે “મહાવીર મન ઈષ્ટ નથી” તેવા વિચારો જમાલીના થયાં. - જમાલમુનિ ભૂત અને વર્તમાનરૂપ કૃત અને ક્રિયમાણમાં ભેદ માનીને તે બનેમાં અભેદનું પ્રતિપાદન કરનારા ભગવાનના વચનેને મિથ્યા અને અસત્ય માનનારે થયે છે કારણ આપતાં કહે છે કે “બિછાવવામાં આવી રહેલું સ થારિયું બિછાવાઈ ચૂકયું નથી. માટે સસ્તીર્યમાણ સ થારક અસંતૃત છે.” તેથી ક્રિયામાણુ શય્યા સંસ્મારક (સંથારિયું) જેમ અકૃત હોય છે તેમ સસ્તીર્યમાણ સંસ્કારક અસંતૃત જ રહે છે. તેવી રીતે ચલાયમાન વસ્તુ અચલિત, ઉદીર્યમાણ અનુદીર્ણ, વેદ્યમાન અદિત, પ્રહાયમાણુ અપ્રહણ, છિદ્યમાન અછિન્ન, ભિલ્લમાન અભિન્ન, દદ્યમાન અદશ્ય, શ્રિયમાણ અમૃત અને નિર્યમાણ વસ્તુ અજીર્ણ જ હોય છે.
તાવના જોરમાં સારામાં સારો ખોરાક પણ અજીર્ણ થઈને વમનરૂપે બહાર આવે છે, તેમ મિથ્યાત્વના જોરદાર હમલાના