________________
શતકમ્ : ઉદ્દેશક-૩૩ -
૩૯૭ તુચ્છ-(સત્વહીન) કાળાતિક્રાંત-(ભૂખ પ્યાસના સમય પછી પ્રાપ્ત થયેલે) પ્રમાણતિક્રાંત-(ભૂખ વ્યાસના પ્રમાણ કરતાં વધારે) શીત-(અર્થવા ઠંડે આહાર) - ઈત્યાદિક આહાર લેવાથી જમાલી મુનિને શલાદિ રોગ ઉત્પન્ન થવાથી ઘણો જ બીમાર પડ્યો દાહજવર જે ભયંકર રોગ લાગુ પડે હોવાથી બેસવાની પણ ક્ષમતા રહી નથી એટલે પિતાના શિષ્યને સંથારે પાથરવા માટે કહ્યું.
ગુરૂવચન તહત્તિ કરીને મુનિઓ સંથારો પાથરવા લાગ્યા અધિક વેદનાના ભારથી આકુલ-વ્યાકુલ બનેલા જમાલમુનિએ ફરીથી શિષ્યોને બોલાવીને પૂછ્યું કે “સુવા માટે સંથારો પાથરી લીધુ છે? કે પાથરી રહ્યા છે? એટલે કે પથારી થઈ ગઈ છે? કે થઈ રહી છે? આમાં “થઈ ગઈ છે” એ ભૂતકાલિકી ક્રિયા અને થઈ રહી છે એ વર્તમાનકાવિકી ક્રિયા છે. બંનેમાં ભેદની કલ્પના કરીને કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે કુન અને ક્રિયમાણમાં બંને કાળને નિર્દેશ છે
જ્યારે જમાલી મુનિએ આ પ્રશ્ન પૂછ્યો ત્યારે શિષ્યોએ કહ્યું હે ગુર! અમે તમારી આજ્ઞા પ્રમાણે પથારી બિછાવી રહ્યા છીએ પણ બિછાવી દીધી નથી. અત્યંત સરળ સ્વભાવે બાલાયેલા શિષ્યના વચન સાંભળતાં જ જમાલી મુનિને અત્યાર સુધી ઉપશમિત થયેલે મિથ્યાત્વ મેહકમ ઉદયમાં આવ્યું અને આત્મગત, ચિતિત, પ્રાર્થિત, કપિત અને મનોગત આ પ્રમાણે વિચાર થયે. -