________________
૩૯૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેના જવાબમાં કદાચ આ કારણ હોઈ શકે છે. “આત્માને માટે ભાડુતી રૂપને ક્ષાપશમિક સમ્યકત્વ જ્યારે જમાલીની જેમ ઉદયમાં આવે અને સાધક પાસે ઉપશમની શક્તિ ન હોય તે રમાત્માને માટે ખતરો બની શકે છે.” માટે સાધક માત્ર સાવધાની રાખે અને પોતાના મૂળ ખજાના જેવું ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરવા ભાવ રાખે છે તે આત્મા ખતરામાંથી બચી શકશે.
હવે આપણે આગળ વધીએ અને જમાલીને વિચાર કરીએ. પુરૂષાર્થ રોગ જેમ સ્વતઃ પૂર્ણ શક્ત છે, તેમ ભવિતવ્યતા નામને વેગ પણ પિતાની મર્યાદામાં પૂર્ણ શક્ત હોય છે. તેથી એક દિવસે જમાલમુનિએ ભગવાન મહાવીર સ્વામીને વંદન, નમન કરી આ પ્રમાણે કહ્યું હે પ્રભે! હું મારા પાંચસે શિષ્યોની સાથે જુદે વિચારવા માંગુ છું, માટે મને અનુમતિ આપે. દયાના સાગર ભગવંતે જમાલી મુનિની વાતને નિષેધ પણ કર્યો નથી, તેમ અનુમતિ પણ આપી નથી. બીજી ત્રીજીવાર પૂછવા છતાં પણ ભગવાન મૌન રહ્યા છે.
અને જમાલમુનિ પિતાના શિષ્યો સાથે જુદો પડ્યો વિહાર કરતાં ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યના ઉદ્યાનમાં આવી અવગ્રહની યાચનાપૂર્વક પિતાના આત્માને ભાવિત કરતે વિહરે છે. એક દિવસે – અરસ-(હિંગ, જીરૂ આદિથી રહિત હોવાથી સ્વાદ વિનાનું) વિરસ(રસ વિનાનું બની ગયેલું) અંત-(અરસરૂપ હોવાથી સર્વ ધાન્યાતવર્તી) પ્રાંત-(વાસી હોવાથી સર્વથા સાધારણ) રંક્ષ-(ઘી આદિ પદાર્થ રહિત લુખો) . -