________________
શતક શું ઃ ઉદ્દેશક-૩૩
૩૯૫ ૧. મેહનીયકર્મને સર્વથા નાબુદ કર્યા પછી કેવળજ્ઞાન થાય છે. ૨. અને કેવળજ્ઞાન થયા પછી જ તીર્થકર કહેવાય છે. ૩ મહાવીર સ્વામી જ સાચા અર્થમાં તીર્થંકર છે. ૪. મહાવીર સ્વામીને છોડીને બીજા કેઈ તીર્થકર નથી જ. ૫ તીર્થકરોના વચને કેઈ કાળે પણ મિથ્યા હોતા નથી. ૬. છસ્થને ન સમજાય તે તેની ભૂલ છે, પણ તીર્થકરની
ભૂલ નથી. ૭ હું પોતે છદ્મસ્થ છું, તીર્થકર નથી જ.
આવા પ્રકારની રોમરોમમાં શ્રદ્ધા રાખનારે જમાલમુનિ પણ દબાવી દીધેલું મિથ્યાત્વકર્મા જયારે જોરદાર ઉદયમાં આવ્યું
ત્યારે શ્રદ્ધાથી સર્વથા ચલાયમાન થયા અને મહાવીર સ્વામીના તને સર્વથા જુઠ માનનારો પણ થયા છે. આ જમાલમુનિના સંયમ અને તપશ્ચર્યામાં જ્ઞાનબળનું મિશ્રણ જેવું જોઈએ તેવું નહીં થયુ હોય માટે જ ઉપશમ પામેલું મિથ્યાત અત્યંત શક્ત બનીને જયારે ઉદયાપાલિકામાં પ્રવેણ્યું ત્યારે તેને ઉપશમ કરવાની શક્તિ સમાપ્ત થયેલી હોવાના કારણે છિદ્રાવેષી ચેરની જેમ દર્શનમોહનીયને તીવ્ર વિપાકેદય પિતાન જોર બતાવી શક્યું અને ઉત્થાન પામેલે જમાલમુનિને આત્મા આંખના પલકારે જ પતનના ઊંડા ખાડામાં પડી ગયા છે.
મેં ધુ કર્મોની જબરદસ્ત તાકાત હોવાના કારણે મુહપતિની પ્રતિલેખના સમયે પચાસ બેલમાં “સમ્યક્ત્વ મેહનીય પરિહરું? આ બેલ પણ જરૂરથી બેલાય છે.
પ્રશ્ન એ થાય છે કે સમ્યફવને શા માટે પરિહરવાનું કહ્યું?