________________
૩૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અને જમાલી મુનિને તથા ભગવાનને વાંદી નમીને ઘેર ગયાં. જમાલી મુનિએ પણ અગ્યાર અંગેનું અધ્યયન કર્યું.
(ઉપર્યુક્ત જમાલીનું ચરિત્ર ભગવતીસૂત્રના મૂળ ઉપરથી સંક્ષેપાવીને આપ્યું છે)
જીવાત્માનું ઉત્થાન અત્યંત પુરૂષાર્થગમ્ય હેવાથી દુર્લભ છે, જ્યારે પતનમાર્ગ સાવ સુલભ છે. આપણે જાણી ગયા છીએ કે ખૂબ વૈરાગ્યપૂર્વક દીક્ષિત થયેલા જમાલી મુનિએ જ્ઞાન-ધ્યાન, ચુતુર્થ ભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ, અર્ધમાસક્ષમણ અને માસક્ષમણ જેવી નાની મોટી તપશ્ચર્યા કરીને પિતાના આત્માનું, મનનું દમન કરીને સ યમમાં પૂર્ણ મસ્ત બન્યા હતા. પરંતુ જમાલી મુનિનું આ દમન સાર્થક થવા પામ્યું નથી. કેમકે –
ભવપરંપરામાં ઉપાર્જન કરેલી કમેની ગ્રંથીઓ ઘણી જ વિચિત્ર અને દુર્ભેદ્ય હોય છે. યદ્યપિ સમ્યક્ત્વની પ્રાપ્તિ સમયે સાતે કર્મ પ્રકૃતિઓને ક્ષપશમ જરૂર થાય છે, તે પણ ઉપશમ એટલે ઉપશમ
દબાઈ ગયેલા માણસને દાવ કેઈક સમયે પિતાના પક્ષમાં પડતાં પિતાના વિપક્ષીને માર્યા વિના નથી રહે તેવી રીતે ઉપશમ પામેલા કર્મો પણ સર્વથા વિશ્વાસને પાત્ર હોતા નથી.
જમાલમુનિ પણ ઉત્કટ જ્ઞાની, તપસ્વી અને મમત્વ રહિત બનવા જરૂર પામ્યા છે તે પણું સમ્યગજ્ઞાનની પકડ જેવી જોઈએ તેવી દ્રઢ ન હોવાના કારણે મિથ્યાત્વકર્મના ઉદય સમયે તેઓ સ્થિર રહી શક્યા નથી. પરિણામે દિક્ષા લેતા પહેલાં અને દીક્ષિત થયા પછી ઘણા વર્ષો સુધી જમાલમુનિને આવા પ્રકારની શ્રદ્ધા ખૂબ જ મજબૂત હતી કે –