________________
૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દિીનતા આવી અને જમીન પર ઢળી પડી. શીતલેપચારથી ભાનમાં આવ્યા પછી કહ્યું કે હે બેટા! તું અમારે એકને એક પુત્ર છે. બધી વાતે સુંદર અને અમારો આધાર છે તારો વિચાગ અમારા માટે અસહ્ય હોવાથી અમારા મૃત્યુ પછી જ તે દીક્ષા લેજે.
જમાલીએ કહ્યું કે, હે માતાજી! આ મનુષ્યભવ, શરીર અને મનના અનેક કષ્ટોથી ભરપૂર છે, જરા અને મરણના દુઃખે તે હૃદયને કંપાવનારા છે મનુષ્ય શરીર અધ્રુવ, અનિયત અને ક્ષણભ ગુર છે. પાણીના પરપોટાની જેમ અને સંધ્યાના રંગ જેવું અચિરસ્થાયી છે; માટે કોણ જાણે કે તમે પહેલા મરશો? કે હું પહેલા મરીશ? તેથી તમારી હાજરીમાં જ હું સ યમ લેવા ઈચ્છું છું.
માતાજીએ કહ્યું કે હે બેટા! તારૂં શરીર ભોગસમર્થ છે માટે સંસારભેગથી વિરક્ત બન્યા પછી દીક્ષા લેજે. .
જવાબમાં જમાલીએ કહ્યું કે હે માતાપિતા ! દેહને આધારે મનુષ્યભવ સ બ ધીના જે ભાગે ભેળવવામાં આવે છે તે શરીર અપવિત્ર અને નાશવ ત છે જેમાં વમનનું, પિત્તનું, કફનું, વીર્યનું અને રુધિરનું ભરણ પ્રતિક્ષણે થયા કરે છે, માટે કામભેગે વમન-પિત્ત-કફ-વીર્ય અને શેણિતનું ક્ષરણ કરનાર છે. જેમાં વિષ્ટા, મૂત્ર અને નાક આદિના મેલ ભરેલા હોવાથી શરીર
"ધમય છે. આવા શરીર દ્વારા ગવાતા કામભેગોને અજ્ઞાન માણસ જ પસંદ કરે છે તથા ઘરમાં રહેલા હીરા-મોતી-સેનું– ચાંદી આદિ પદાર્થો ચેરેને પણ ગમ્ય હોય છે. આ કારણે જ હું દીક્ષા લેવાની ઈચ્છાવાળો થયે છું.
અને અશ્વપૂર્ણ હૃદયે માતા-પિતાએ જમાવીને દીક્ષાની અનુમતિ આપી