________________
૩૮૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ત્યારપછી દેવાનન્દા બ્રાહ્મણી પણ આર્યા ચંદનબાળા પાસે દિક્ષિત થયા, મુ ડિત થયા, શિક્ષિત થયા અને અગ્યાર અંગોને અભ્યાસ તથા નાની મોટી ઘણુ તપશ્ચર્યા કરી, સર્વ કર્મોના ક્ષય પૂર્વક કેવળજ્ઞાન મેળવીને મેક્ષ પદના અધિકારી બને છે.
જમાલીનું ચરિત્ર :
તે કાળે તે સમયે બ્રાહ્મણકુંડ નગરથી પશ્ચિમ દિશાએ ક્ષત્રિય. કુંડ નામે નગર હતું. જેમાં જમાલી નામને રાજકુંવર રહેતા હતો, તે ધન ધાન્યથી સમૃદ્ધ, તેજસ્વી અને અપરાભવનીય હતે. તથા વિપુલ, વિસ્તૃત હાટ હવેલીઓ, સુંદર શયન, આસન અને વાહનને સ્વામી હતા. પિતાના મહેલમાં બત્રીસ પ્રકારના નાટકને જેતે તથા તેમાં સક્રિય ભાગ લેતે તે ઘણો જ પ્રસન્ન હતે પ્રત્યેક ઋતુના ભગ્ય સાધનોને ભક્તા અને પાંચે ઈદ્રિના તેવીસ વિષયમાં પૂર્ણ મસ્ત રહેતે હતો
એક દિવસે શૃંગારક ( શિંગડાના આકાર જે રસ્તે) ત્રિક (ત્રણ રસ્તા જ્યા ભેગા થાય) ચત્વર (ક) ચતુષ્ક (ચાર રસ્તા ભેગા થાય તે) રસ્તે ભેગો થયેલે -
જનસમૂહ-(જનબૃહ) જનબેલ-કેને અવ્યક્ત ધ્વનિ) જન કલકલ(વચન વિભાગની ખબર પડે તેવા શબ્દો). જનર્મિ-(એકબીજા સાથે અથડાઈ જવાય તેવી ભીડ) ઈત્કલિકા-(મનુષ્યોને નાને સમુદાય) જન સન્નિપાત-(જૂદે જુદે સ્થળેથી આવીને લેકે ભેગાં થાય)