________________
૩૮૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ચાલવામાં ઉત્તમ, રૂપાની ઘંટડીઓથી શોભતા અને સેનાની નાથ વડે બાંધેલા બળદોથી યુક્ત રથને તૈયાર કરે, જે બધી રીતે સુંદર ઉત્તમ અને ધર્મસ્થાનને હોય.
ત્યારપછી પ્રસન્ન થયેલા સેવકોએ ઋષભદત્તની આજ્ઞા માથે ચઢાવી અને રથને તૈયાર કર્યો. પછી ઋષભદક્તિ સ્નાન કરી અલપ પણ મહામૂલ્યવાન આભૂષણેથી શરીરને અલંકૃત કર્યું અને પિતાના ઘરેથી બહાર આવ્યો જ્યાં રથ શાળાના આંગણે રથ તૈયાર હતે.
અને રથ ઉપર આરૂઢ થયો.
દેવાનંદા બ્રાહ્મણએ પણ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને મંગળ પ્રાયશ્ચિત કરે છે. ઝાંઝર, મને કંદરા, તથા હાર પહેરે છે, હાથમાં કડા, આંગળીઓમાં વીંટીઓ અને ગળામાં એકસરાદિ હાર પહેરે છે. ઋતુઓના પુષ્પોથી કેશને ગૂંથે છે, કપાળમાં ચંદન લગાડે છે. ધૂપવડે શરીરને સુગંધિત કરે છે. આ પ્રમાણે શૃંગારયુક્ત લહમીદેવી જેવી તે બ્રાહ્મણ પિતાની દેશ દેશાંતરની બધી દાસીઓ સાથે પિતાના ઘરેથી બહાર નીકળે છે અને જ્યાં રથ હતું ત્યાં આવીને પોતાના પતિ સાથે રથારૂઢ થાય છે.”
આ પ્રમાણે તે દંપતી બ્રાહ્મણકુંડ નગરથી બહાર આવી યક્ષાપતન તરફ આવે છે, રથથી નીચે ઉતરે છે અને
સચિત્ત વસ્તુઓને ત્યાગ કરે છે - અચિત્ત વસ્તુઓનો ત્યાગ કરતાં નથી. . - વિનયથી શરીરને ઝુકાવે છે. . . .