________________
૩૭૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
પર્યાયે ઉત્પન્ન થયા કરે છે, દ્રવ્ય ઉત્પન્ન નથી થતું, તેથી જે પદાર્થ પિતાના મૂળરૂપે અવિદ્યમાન હોય તે વંધ્યા સ્ત્રીના પુત્રની જેમ ઉત્પન્ન શી રીતે થાય? માટે અવિદ્યમાન તત્ત્વને ઉત્પાદ નથી સારાંશ કે જેમાં છવદ્રવ્યની અપેક્ષાએ અને નારક પર્યાયની અપેક્ષાએ સત્તા કહેલી છે.
કોઈ જીવ મરીને નારક પર્યાયથી નરકમાં ઉત્પન્ન થવાને હોય છે, ત્યારે એવા જીવને ભાવી નારક પર્યાયની અપેક્ષાએ દ્રવ્યનારક કહેવામાં આવે છે. અને તે દ્રવ્યનારક થયેલા જીવ જ નારક પર્યાયે ઉત્પન્ન થાય છે, અથવા નરકગતિ નામકર્મ નરકાસુમૂવી અને નરકાયુષ્યનો ઉદય એક જ સાથે થાય છે માટે તે સમયે નારકાયુષ્યનો ઉદય થઈ જવાથી ભાવનારક બનેલે જીવ નરકમાં નારક પર્યાયે ઉત્પન્ન થાય છે.
આજ પદ્ધતિએ અસુરકુમારેથી લઈ વૈમાનિક દેવે સુધી પણ જાણી લેવું. એટલે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વિદ્યમાન અસુરકુમારાદિ જી જ અસુરકુમારાદિ પર્યાયમાં ઉત્પન્ન થાય છે. અવિદ્યમાન અસુરકુમારાદિ અસુરકુમારાદિ પર્યાયે ઉત્પન્ન થતા નથી અથવા આયુષ્યના ઉદયથી ભાવનિક્ષેપે અસરકમારાદિ રૂપે બનેલે જીવ જ ત્યાં ઉત્પન્ન થાય છે. ઉદવર્તના માટે પણ જાણવું. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વિદ્યમાન નારકો જ ઉદવર્તન કરે છે, ગધેડાના શિંગડાની જેમ દ્રવ્યાર્થિક નયે અવિદ્યમાન નારકે પિતાના મૂળ રૂપે અવિદ્યમાન વસ્તુમાં ઉ૬વર્તન કરતા નથી. આ પ્રમાણે અસુરકુમાર દે, એકેન્દ્રિ, વિકસેન્દ્રિય, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવા માટે પણ સમજવું; પરંતુ જ્યોતિ અને વૈમાનિક દેવા માટે દિવસના