________________
તેનું અવલોકન થતું ગયું તેમ તેમ પન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી ગણી ઉપર મને અનેરો સદુભાવ જાગે. આવા ગહન અને ગંભીર વિષય પર તેમણે શાસ્ત્ર સિદ્ધાંતને વફાદાર રહી વિશદ અને વિસ્તૃત ચર્ચા કરી છે. પ્રત્યેક વિષયનું પિતાની આગવી શૈલીએ સાદી-સરળ અને લેકગ્ય ભાષામાં વિશદ સ્પષ્ટીકરણ કર્યું છે. જેથી અજ્ઞ કે સુજ્ઞ સૌ કોઈને એક સરખી રીતે આ ગ્રંથ ઉપયેગી થઈ પડશે એ હકીકત છે.
રજૂઆતમાં ક્યાંય ભાષાની ખાટી ભભક નથી પણ ભાવની ચમક છે, ઝીણવટપૂર્વકની સુંદર છણાવટ છે, વિશદ વિવેચન છે, ભાષા અત્યંત સૌમ્ય-સરળ અને સુંદર છે, રજૂઆત કરવાની અદ્દભુત કળા છે, જેથી વાચકને ઉદ્ભવતી શંકાઓનુ સહજ નિરાકરણ થતું જાય છે. વાચતાં હૈયામાં ઉલ્લાસ પ્રગટે છે, રસદાર રસવતી આરોગતા જમનાર જે આનદને અનુભવ કરે તેના કરતાં કંઈ ગણે આનંદ આ ગ્રંથના વાંચન-મનન દ્વારા પ્રાપ્ત થાય છે. વાંચક ક્યાંય પણ અટકળ્યા વગર પ્રવાહબદ્ધ રીતે વાંચતો જાય અને નિજમાં ખવાઈ જાય એ આનંદ અનુભવાય છે
૧ વિવેચન છે,
નળ અને સુ દર
અદ્ભુત કળા છે.
ગ્રંથના પાને પાને વાક્ય વાક્ય અને શબ્દ શબ્દ હૃદયની ઉર્મીનાં દર્શન થાય છે, ભાવની ભવ્યતાનાં અને ભવ્યાત્માઓને કંક પમાડવાની અનેખી તાલાવેલી અને તમન્નાનાં સ્પષ્ટ દર્શન
થાય છે
સવિ જીવ કરું શાસન રસી, ઈસી ભાવદયા મન ઉલસી.”