________________
૩૨
છે આથી સમજી શકાય છે કે જ્ઞાન કેટલું વિશાળ છે! જ્યાં સાગર અને આકાશની ઉપમા પણ ઓછી પડે છે, તે જ્ઞાનને મહિમા અગમ્ય, અગોચર, અકળ અને અનુપમ છે, તથા રેય પદાર્થ અનંત હોવાથી જ્ઞાન પણ અનંત છે. તેના એક અક્ષરના પણ અનંત-અનંત અર્થો થઈ શકે છે, કેમ કે વ્યંજન અને સ્વરાની સંખ્યા પરની છે તેને જુદા જુદા અક્ષરો સાથે સંયેજન કરતા તેના જુદા જુદા અર્થે થાય છે. થોડા સૈકાઓ પૂર્વે થયેલા ઉપાધ્યાય શ્રી સમયસુ દરજી ગણીવરે “રાનાનો હેતુ ૌથ....” માત્ર આ એક જ ચરણના આઠ લાખ અર્થો કરી - બતાવ્યા છે, જે પુસ્તક આજે પણ મોજુદ છે, જે અષ્ટલક્ષીના નામે પ્રસિદ્ધ છે. ન્યાયના રત્નાકરાવતારિકા નામના ગ્રંથના મ ગળાચરણના એક જ લેકના એક વિદ્વાન આચાર્યવયે ૧૧૧ અર્થ કરી બતાવ્યા છે જ્યારે સૈકાઓ પૂર્વેના આચાર્યો અને પાઠક પ્રવો યદી આટલું વિશાળ અને અગાધ જ્ઞાન ધરાવતા હતા ત્યારે ત્રિકાળવેત્તા શ્રી તીર્થંકરદેવે તે એક એક અક્ષરના અનંતા અર્થો કરી બતાવે તેમા શી નવાઈ? ખરેખર આગમ એ આરિસે છે જેના દ્વારા કેવો છું? મારું સ્વરૂપ શું ? આ બધું સારી રીતે જાણી શકે છે. આગમ આરિસા દ્વારા આત્મદર્શન કરી શકાય છે
પ્રસ્તુત ગ્રંથના લેખક -
શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ ભાગ બીજાના ફર્માએ વિદ્વાન પન્યામજી શ્રી પૂર્ણાનંદવિજયજી ગણિવર દ્વારા મને વાંચવા મળ્યા જેમ જેમ હું એ ફર્માઓનું વાચન કરતો ગયે, તેમ તેમ આત્માને અનેરો આનંદ થયે અને હૃદય હર્ષ વિભેર બન્યું. પ્રત્યેક પૃષ્ઠનું સૂક્ષ્મદષ્ટિએ અવલોકન કર્યું. અને જેમ જેમ