________________
શતક ૯મું : ઉદ્દેશક-૩૨
386 વર્તમાનમાં જે પર્યાયે ગ્રહણ કરેલા હોય ત્યાંથી નીકળીને છે જે બીજી ગતિમાં જાય છે તેને પ્રવેશનક કહે છે. ચરાચર સંસારને અને તેને અનંત પર્યાને પોતાના કેવળજ્ઞાન વડે પ્રત્યક્ષ જેનારા યથાર્થવાદી ભગવાને કહ્યું કે – હે ગાગેય! પ્રવેશનક ચાર પ્રકારના હોય છે.
૧. નરયિક પ્રવેશનક, ૨. તૈર્યચ પ્રવેશનક, ૩. માનુષ પ્રવેશનક અને ૪. દેવ પ્રવેશનક.
નરકગતિમાં જવાની લાયકાત જેમણે પ્રાપ્ત કરી છે, અર્થાત્ બીજા ભવમાં રહીને નરકગતિ આયુષ્ય નરક નામકર્મ અને નરક આનુપૂર્વી કમેં જેણે બાંધ્યા છે, તે જીવ નરયિક પ્રવેશનક કહેવાય છે.
તિર્યંચ આયુષ્ય, નામકર્મ અને આનુપૂર્વી કર્મના ઉદયે તિર્યંચ ગતિમાં જનારો જીવ તિર્યચનિક પ્રવેશનક છે સ મૂછિમ કે ગર્ભજ મનુષ્યનું આયુષ્ય, નામકમ કે આનુ પૂર્વ કર્મ બાંધીને જે મનુષ્ય અવતાર મેળવનાર છે તે મનુષ્યચેનિક પ્રવેશનક કહેવાય છે.
ચારે નિકાયના દેવમાં જનાર જીવ દેવ પ્રવેશનક છે ગાંગેય મુનિએ પૂછયું કે “નારક પ્રવેશનક કેટલા પ્રકારે છે?” ભગવાને કહ્યું કે નીચે પ્રમાણે સાત પ્રકારે છે. , ૧ રત્નપ્રભા નૈરયિક પ્રવેશનક.
૨. શર્કરા પ્રભા નરયિક પ્રવેશનક... ૩. વાલુકાપ્રભા નરયિક પ્રવેશનક.