________________
૩૬૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૧ અસંખ્યય, સંખેય અને અનંત ઉપસપિણી સુધી સ્થાવર
જીને ત્યાં જ જન્મવું અને મરવું લગભગ અનિવાર્ય છે. [, માટે સ્થાવરના જીવે ફરીથી ત્યાં જ ઉત્પન્ન થાય છે ૨. વિષયવાસનામાં, આરંભ-સમારંભમાં, વૈર-વિરોધમાં જીવન 1 પાવન કરનારા મનુષ્યને પણ સ્થાવર નિમાં પ્રાથઃ કરીને
ઉત્પન્ન થવાનું હોય છે. ૩. દેવગતિના જ અત્યંત આસક્તિપૂર્વક વિષયવાસનામાં - મસ્ત બને છે ત્યારે તેમને પણ સ્થાવર નિ ભાગ્યમાં
લખાયેલી છે. જ ધર્મ-કર્મ–વિવેક વિનાના તિર્થને માટે સ્થાવરમાં જન્મ
લે દુર્લભ નથી.
આ કારણોને લઈને સ્થાવરમાં જન્મ લેનારા ઘણું હોવાથી તેની ઉત્પત્તિ નિરંતર કરી છે. જ્યારે બીજા બધા જ અર્થાત સ્થાવરમાં જન્મ નહી લેનારાઓ સાન્તર અને નિરંતર પણ હોય છે. આ જ પ્રમાણે ઉવર્તન માટે પણ સમજવાનું છે. અત્યારે જે જે યોનિમાં જીવ વિદ્યમાન હોય આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી નીકળવું–વવું તેને ઉદ્વર્તના કહેવાય છે. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે સ્થાવર જીવની ઉદ્વર્તના નિરંતર જ હોય છે જ્યારે બીજા જીવે સાન્તર અને નિરંતર બંને હોય છે.
છના પ્રવેશનક ? પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય ગાંગેય મુનિએ ભગવાનને પૂછયું કે હે પ્રભ! જીના પ્રવેશનક કેટલા પ્રકારે હોય છે?