________________
શતક નવમું : ઉદ્દેશક-૩ર '
વાણિજ્યગ્રામના દૂતિ પલાશ યક્ષાયતનના ઉદ્યાનમાં પાળ્યું. નાથ ભગવાનની પરંપરાના ગાગેય મુનિએ આ ઉદ્દેશામાં પ્રશ્નો પૂછળ્યા છે અને દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ જવાબ આપે છે.
પ્રશ્ન–હે પ્રભે! નરયિકની ઉત્પત્તિ સાન્તર છે કે નિરંતર તથા અસુકુમારે, પૃથ્વીકાયિકાદિ પાંચ સ્થાવરો, વિકળેન્દ્રિ, પંચેનિદ્રયો, તિષ્ક અને વૈમાનિકની ઉત્પત્તિ સાન્તર કે નિર તર?
સાન્તર એટલે વચમાં સમયને અંતર હોય તે અને અંતર ન હોય તે નિર તર.
હે પ્રભો ! બીજી ગતિમાંથી નીકળીને નરક ગતિમાં ઉત્પન્ન થનારા સાન્તર એટલે એક જીવને નરકમાં ઉત્પન્ન થયા પછી બીજે જીવ થોડીવાર પછી ઉત્પન્ન થાય તે સાન્તર છે કે અંતર વિનાના નિરંતર છે? આ પ્રમાણે બીજા જીવની ઉત્પત્તિ માટે આ પ્રશ્ન છે. - ભગવાને કહ્યું કે હે ગૌતમ! કેવળ બધાએ જીવોમાંથી પાંચ સ્થાવર જીની ઉત્પત્તિ નિરંતર જ હોય છે જ્યારે બીજા જીવે સાતર પણ હોય છે અને નિર તર પણ હોય છે.
અનંતાનંત સ્થાવર એનિમાં ઉત્પન્ન થનારા જી સંખ્યાબળમાં સૌ જીથી ઘણું હોય છે કેમ કે સ્થાવર નિ પ્રાપ્ત કરવા માટે ચારે ગતઓમાં દ્વાર ઉઘાડા જ છે. તે આ પ્રમાણે