________________
૩૭૦
શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ
૪. પંકપ્રભા નિરયિક પ્રવેશનક, ૫. ધૂમપ્રભા નરયિક પ્રવેશનક. ૬. તમપ્રભા નરયિક પ્રવેશનક. ૭. તમસ્તમપ્રભા નિરયિક પ્રવેશનક
નરકભૂમિમાં જવાવાળા એક-બે- ત્રણ-ચાર-પાંચ-છ-સાત સંખેય અસંખ્યય જીવો પણ હોય છે. નૈરયિક પ્રવેશનક દ્વારા એક જીવ યદિ નરકભૂમિમાં જાય છે તે શું રત્નપ્રભામાં? શર્કરા પ્રભામાં? વાલુકાપ્રભામાં ? પકwભામાં ? ધૂમપ્રભામાં? તમઃપ્રભામાં ? કે તમસ્તમાપ્રભામાં જાય છે?
જવાબમાં ભગવાને કહ્યું કે, પહેલી ભૂમિથી સસમી ભૂમિ સુધી પણ જઈ શકે છે.
આ પ્રમાણે એક જીવને લઈ, નારક પ્રવેશનકના સાત ભાંગા બતાવવામાં આવ્યા છે. બે જીને આશ્રયી પ્રવેશનકના ૨૮ ભાંગા કહે છે. બંને છે એક સાથે પહેલી ભૂમિમાં યાવત્ સાતમીમાં પણ જાય છે. આ રીતે અસંગી ભાંગા સાત થયા. હવે સત્યાગી ભાગા ૨૧ આ પ્રમાણે જાણવા.
જેમ બેમાંથી એક જીવ રત્નપ્રભામાં જાય અને બીજો જીવ શર્કરા પ્રભાથી સાતમી સુધી જાય. આમ ભાંગા નીચે પ્રમાણે જાણવા,