________________
૩૫૮
શ્રી ભગવતીસૂત્ર સાર સંગ્રહ સહવાસને પણ સર્વથા ત્યાગ કરી મિથ્યાત્વના ઉદયને અવરોધ કરે છે અર્થાત ઉપશમ કરે છે.
આ પ્રમાણે ભાગ્યવંત માણસ બેધિલાભને મેળવે છે અને પ્રતિસય તેના શુદ્ધિકરણ માટે જ ખ્યાલ રાખે છે. અનગારધર્મના મૂળ કારણ?
આ સુનિધર્મની પ્તિના મૂળમાં વિર્યાન્તરાય અને ચારિત્રમેહનીય કર્મનો ક્ષાપશમ રહે છે. આઠે કર્મો અને તેના ભેદાનભેદમાં છેલ્લામાં છેલ્ફી જબરદસ્ત શક્તિ ધરાવનારી વીર્યા. તરાય કર્મની પ્રકૃતિ છે. જેના સદૂભાવમાં આપણે ઢગલાબંધ જીવાત્માઓને જાણીએ છીએ કે તેઓ ખાતા–પીતા અને શ્વાસશ્વાસ લઈને પણ મરવાના વાંકે જીવી રહ્યા છે.
ઈન્દ્રિયે તેમની શિક્ષણ વિનાની હોવાથી જડ હોય છે. મન તેમનું મૂખ જ રહે છે. હાથપગ કામશક્તિ વિનાના હોય છે, બગાસા ખાઈને જ આખો દિવસ પૂરો કરે છે આંખ ઉઘાડે છે પણ જાણે સંસારમાં કંઈ પણ કરવા જેવું છે જ નહી તેવી રીતે જીવનારા હોય છે, દેવ જેવું જીવન મળ્યું છે તે પણ ભાઈને ઊંઘ જ વધારે પ્યારી હોય છે. અમૃતના ઘુંટડા પીવા જેવું જીવન મળ્યું છે પણ આ ભાઈ આળસ અને પ્રમાદના જ પૂજારી છે. માટે આવા આત્માઓના ત્રણ પ્રકારે નોંધાયા છે
૧ બીમાર દિલ, ૨. મુર્દાદિલ અને ૩. ઉધોદિલ.
૧. બીમારદિલ એટલે-જેનું દિલ (આત્મા) બીમાર છે. આ બીમાર દિલના માલિકે ઘરના કે બઝારના ઓટલે બેસીને ધર્મને માટે, સમાજના માટે, ગરીબેને માટે, દેશના માટે,