________________
શકે ૯મું : ઉદ્દેશક-૩૧
૩પ૭ બેધિલાભની પ્રાપ્તિમાં મૂળ કારણ ફરમાવતાં ભગવાને કહ્યું કે દર્શનમોહનીય કર્મને ક્ષયપશમ જ બે ધિલાભ પ્રાપ્ત કરાવી શકે છે જેની પ્રાપ્તિ થયા પછી ચૈતન્ય સ્વરૂપ આત્માની ઓળખાણ થાય છે
ખાણમાંથી નીકળેલા પત્થરને કેવળ તેના પરીક્ષકો જ જાણી શકે છે “આમાં હીરો છુપાયેલું છે ” ત્યાર પછી તેને કાપકુપ કરીને સરાણ ઉપર ચઢાવવામાં આવે છે અને તીણ શસ્ત્રો વડે છેદાતા, ભેદાતા પાણીદાર અને ચમકદારના રૂપમાં પરિણત થયેલ હીરો રાજા મહારાજાના મુળમાં શભા આપે છે, એ જ પ્રમાણે કર્મોના આવરને લઈ આપણે આત્મા પણ હીરાના પત્થર જેવી દશામાં છે. પરંતુ પ્રત્યેક ગતિઓની તીવ્ર વેદનાને સહન કરતે, ધીમે ધીમે પિતાના આવરણને પિતે જ ખસેડતા જાય છે, અને જેમ જેમ તે આવરણે ખસતા જાય છે ત્યારે સૌથી પ્રથમ આત્મામાં યથાપ્રવૃત્તકરણ નામને જબરદસ્ત પુરૂષાર્થ ઉત્પન્ન થાય છે. અને છેવટે આગળ વધેલો પુરૂષાર્થ અનિવૃત્ત કરણમાં પ્રવેશતા જ સમ્યગ્દર્શન (બોધિલાભ)ની પ્રાપ્તિ થાય છે.
જ્યા પિતાના આત્માનો લાભ મેળવીને ફરીથી દર્શનમોહનીય કર્મનું જોર વધવા ન પામે તે માટે જાગરૂક બને છે અને કેવળી ભગવ તેને, ચતુર્વિધ સંઘને, શ્રતધર્મને, જૈન વાણીને, જૈન ધર્મને તથા ભાવેદેવના અવર્ણવાદને ત્યાગ કરી તે કર્મનું દ્વાર બંધ કરે છે તથા જિનભક્તિ આદિ સત્કર્મો વડે અને અરિહંતે પ્રત્યે અનન્ય શ્રદ્ધાવંત, તેમના વચને જ સત્ય છે એવી રોમરોમની ભાવનાના અને પોતાના આત્માનું બળ દઢ કરે છે અને ઉદયમાં આવતા મિથ્યાત્વને ક્ષય કરે છે. ત્યાર પછી મિથ્યાત્વની, કષાની અને તેના માલિકની પ્રશંસા તથા