________________
૩૫૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
કમેને ક્ષપશમ :
એટલે કે ગમે તેવા સાધકને ગમે ત્યારે અને ગમે તે નિમિત્તે પણું સત્તામાં પડેલા કર્મોને ઉથ સર્વથા નિશ્ચિત છે તે સમયે ગમે તે સાધક પણ ચલાયમાન થવાની તૈયારી કરશે જ પરંતુ સમ્યગદર્શનના પ્રકાશમાં સમગજ્ઞાનની આરાધનાથી સમ્યક્રચારિત્રની મર્યાદામાં રહેલે સાધક કર્મોના ઉદય સમયે પિતાના અધ્યવસાને બગડવા દેશે નહીં. તથા શુદ્ધ અને પવિત્ર લેશ્યાઓથી પતિત થશે નહીં અને સ્વાધ્યાયબળના જોરે ઉદયવર્તી કર્મોને સર્વથા ક્ષય કરશે અને ભાવી કાળમાં આવનારા સત્તા સ્થાનીય કર્મોના ઉદયને સપ્રવૃત્તિ અને સદુવૃત્તિ દ્વારા ઉપશમ કરશે. એટલે કે કર્મોને ઉદયમાં આવવાને અવસર દેશે નહી. જેમકે સમ્યગુજ્ઞાનની વૃદ્ધિ માટે જાગરૂક સાધક પ્રતિક્ષણે વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં પૂર્ણ મસ્ત રહીને ઉદિત જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરશે. તથા પઠન-પાઠનમાં પૂર્ણ દત્તચિત્ત બનીને ઉદયમાં આવનારા કમને ઉપશમ કરશે. એટલે કે જ્ઞાનાવરણીય કર્મોના ભારી જીને, આળસુ તથા પ્રમાદી જીવેને તથા ગપ્પીદાસની મિત્રતા તથા તેમના સહવાસને સર્વથા વિચ્છેદ કરીને ઉદયમાં આવનારા જ્ઞાનાવરણીય કર્મને અવરોધ કરવા માટે ભાગ્યશાળી બનશે. તેવિ પિતાના શત્રુની પણ આંખ, કાન આદિ ઇન્દ્રિયે ! માટેની અહિત ચિન્તવનાને ત્યાગ કરી દર્શનાવરણીય કર્મના દ્વાર બંધ કરી, ઉદિત દર્શનાવરણીય ક્ષય કરશે તથા ઉદયમાં આવનારા કર્મને ઉપશમ કરશે. આ પ્રમાણે મોક્ષ સન્મુખ અને પરુષાર્થી બંને કર્મોના ક્ષચે પશમ દ્વારા જૈનધર્મના શ્રવણને લાભ મેળવશે.