________________
૩પ૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આત્મામાં સતત જાગૃતિ, જ્ઞાનમાર્ગમાં આત્માની મસ્તી, પૌગલિક પદાર્થો પ્રત્યે સર્વથા ઉદાસીનતાને જ યતના કહેવાય છે.
(૬) સંવરધર્મ :
કર્મોની નિર્જરાના પ્યાલાત વિના પણ સત્તામાં પડેલા કર્મોની નિર્જર ગમે તેટલી થતી હશે તે એ આત્માનું કલ્યાણ થઈ શકે તેમ નથી. કેમ કે અનાદિકાળથી આત્માના પ્રદેશ ઉપર અનંત કર્મો બંધાયા છે અને અકામ નિરાએ તેમની નિર્જરા પણ થઈ છે. છતાંએ આત્માનું સંસારિત્વ ઓછું થયું નથી. અને ભવભ્રમણ મટી નથી કેમ કે અજ્ઞાનાવસ્થામાં જેટલા કર્મો નિર્જરાયા છે તેનાથી કોઈક સમયે તે કરોડો ગુણ વધારે નવા કર્મો પણ બંધાયા છે. આવી પરિસ્થિતિમાં આત્માની દશા શી - રીતે સુધરે?
માટે દયાના સગર સમા તીર્થંકરદેએ કહ્યું કે હે સાધક ! સૌથી પહેલાં તું સંવરધર્મને પાઠ ભણજે જેથી તારે આશ્રવમાર્ગ બંધ થવા પામશે, અને નિરા તત્ત્વની આરાધના સર્વથા લાભદાયિની બનશે. અર્થાત સંવરપૂર્વકની નિર્જરા જ મેક્ષ સાધિકા હોય છે. આજના સ સારની કરૂણતા હોય તે એ જ છે કે આપણે સૌ જીવોના ભેદ-પ્રભેદ તેમના શરીરની અવગાહના અવકાયના ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, સિદ્ધશિલાની ચર્ચા, શાશ્વતા બિઓની સંખ્યા અને મેરુપર્વતની લબાઈ ચેડાઈ જ માપવામાં જ લાગી ગયા છીએ. પર ત આપણા આત્માના કટ્ટર દુશ્મન જેવા આશ્રવ અને સ વરને ઓળખવામાં બહું જ ઢીલ કરી બેઠા છીએ. માટે જ જીવનવ્યવ. હારમાં અસત્ય વચન, પેટા તેલમાપ, વ્યાજના ગેટાળા,