________________
૩૫૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૨) કીર્તન મિથુન–ભેગવાયેલી, ત્યજાયેલી, કે મૃત્યુ પામેલી સ્ત્રીઓના કે પુરૂષના ભેગ સમયે થયેલી મધુરી વાતનું ચેષ્ટાઓનું ફરી ફરીથી કથન કરવું તે કીર્તન મિથુન છે.
(૩) કેલિ મિથુન–ભોગ્ય પાત્ર સાથે ભગવાઈ ગયેલા ભેગેને યાદ કરીને સ્વમોમાં પણ ભેગી જીવનની પ્રશંસા કરવી અને ફરીથી તેવા ભેગે સ્વપ્રમાં પણ મળે તેવી ચાહના કરવી તે કેલિ મૈથુન છે.
(૪) પ્રેક્ષણ મૈથુન–ભેગવાયેલી સ્ત્રીના કે પુરૂષના રૂપરંગ તથા વિલાસિતાનું પણ બીજી સ્ત્રી કે પુરૂષમાં કરીને તેના રૂપરંગને જેઈ પિતાના ભગ્યને યાદ કરી ઉંડા નિસાસા મૂકવા, અથવા બીજી સ્ત્રી કે પુરૂષના અંગોપાંગ, ફેશનેબલ વેષ પરિધાન, વિલાસી ચાલને જોઈ જોઈ માનસિક જીવનમાં ચંચલતાને ઉત્પન્ન કરવી તેને પ્રેક્ષણ મૈથુન કહે છે.
(૫) ગુૌભાષણ મૈથુન—બે મિત્રો કે બે સહિયર વચ્ચે હોગવિલાસના અષ્ટાંગે તથા ૮૪ આસને બધી મૈથુન કમને લગતી જ ચર્ચામાં ગધેડૂબ રહેવુ તે ગુૌભાષણ મૈથુન છે.
(૬) સંકલ્પ મિથુન-મૈથુનના સંકલ (વિચાર કરવા અથવા તો તેવા પ્રકારના દશ્ય, ચિત્રો અને કથાનકેને જોઈ વાંચીને માનસિક જીવનમાં મૈથુનના સંકલ્પ કરવા.
(૭) અધ્યવસાય મૈથુન –અધ્યવસાય એટલે આત્મિક પરિ. ણામ. જેમના માનસિક કે વાચિક વિચારે ખરાબ હશે તેમનાં ત્મિક પરિણામમાં પણ ખરાબી આવ્યા વિના રહેતી નથી.